Ahmedabad News: અમદાવાદ પોલીસે મંગળવારે મોડી રાત્રે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજી (IPL Betting) સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બે અલગ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક આરોપી તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)ની અંદર બેસીને જ લાઈવ મેચ દરમિયાન સટ્ટો રમતા ઝડપાયો હતો.
સ્ટેડિયમમાં લાઈવ મેચ દરમિયાન રંગેહાથ ઝડપાયો
ચાંદખેડા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની IPL મેચ દરમિયાન સુરક્ષા તપાસ ચાલી રહી હતી. તે દરમિયાન બ્લોક-K માં બેઠેલા શખસ પર પોલીસને શંકા ગઈ હતી.
આરોપીની ઓળખ ખેડા જિલ્લાના સેવાલિયાના 30 વર્ષીય તોસિફ પોરા તરીકે થઈ છે. આરોપી સીટ નંબર 40 પર બેસીને મોબાઈલ એપ્લિકેશન મારફતે ઓનલાઈન સટ્ટો રમતો હતો. પોલીસે તેની પાસેથી રૂ. 25 હજારની કિંમતનો મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું કે આરોપીએ પંચમહાલના કમલકુમાર રમેશભાઈ પટેલ પાસેથી રૂ. 42 હજાર આપીને સટ્ટાબાજીની ID ખરીદી હતી.
વસ્ત્રાલમાં વેબસાઈટ મારફતે IPL Betting
બીજી તરફ Vastral વિસ્તારમાં રામોલ પોલીસ સ્ટેશનની ટીમે મળેલી બાતમીના આધારે રાત્રે દરોડો પાડી 27 વર્ષીય રોનકસિંહ બોડાણાની ધરપકડ કરી હતી. આરોપી “ALLPANEL247.COM” વેબસાઈટ દ્વારા લાઈવ IPL મેચો પર ઓનલાઈન સટ્ટો (IPL Betting) લગાવતો હતો. પોલીસે તેની પાસેથી રૂ. 20 હજારની કિંમતનો મોબાઈલ જપ્ત કરી ગુજરાત જુગાર ધારાની કલમ 12(A) હેઠળ ગુનો નોંધ્યો છે.
ઓનલાઈન સટ્ટાબાજી સિન્ડિકેટની તપાસ તેજ
અમદાવાદ પોલીસે બંને કેસમાં ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ઓનલાઈન સટ્ટાબાજી ()(IPL Betting)ના નેટવર્ક સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે અને તેની પાછળ મોટું સિન્ડિકેટ કાર્યરત છે કે નહીં તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.
આ પણ વાંચો:સટ્ટાબાજીના કેસમાં EDની સુરેશ રૈના અને શિખર ધવન સામે કાર્યવાહી, 11 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત
