એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો સુરેશ રૈના અને શિખર ધવન સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. એજન્સીએ બંને ખેલાડીઓની આશરે ₹11.14 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.
સુરેશ રૈનાના અને શિખર ધવનની કરોડની સંપત્તિ જપ્ત
આમાં સુરેશ રૈનાના નામે ₹6.64 કરોડના મ્યુચ્યુઅલ ફંડ રોકાણો અને શિખર ધવનના નામે ₹4.5 કરોડની સંપત્તિનો સમાવેશ થાય છે. ED એ આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ કરી છે. 1xBet નામના ગેરકાયદેસર ઓફશોર સટ્ટાબાજી પ્લેટફોર્મ સાથે સંબંધિત અનેક FIR ના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. માહિતી અનુસાર, 1xBet અને તેની સરોગેટ બ્રાન્ડ્સ 1xBat અને 1xBat સ્પોર્ટિંગ લાઇન્સ ભારતમાં પરવાનગી વિના ઓનલાઈન સટ્ટાબાજી અને જુગારના વ્યવસાયો ચલાવી રહ્યા હતા.
વિદેશી સોદાઓ દ્વારા છુપાવામાં આવ્યા પૈસા
ED ની તપાસમાં જાણવા મળ્યું કે રૈના અને ધવને 1xBet ને પ્રમોટ કરવા માટે વિદેશી કંપનીઓ સાથે સોદા કર્યા હતા. ભંડોળના સાચા સ્ત્રોતને છુપાવવા માટે આ સોદાઓ માટે ચૂકવણી વિદેશી ચેનલો દ્વારા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: PM મોદી વિશ્વ ચેમ્પિયન મહિલાઓને મળ્યા, હરલીને ત્વચાનું રહસ્ય પૂછ્યું, PM મોદી એ કરી ટ્વિટ
આ પણ વાંચો:વર્લ્ડ કપની ટીમમાં પણ ન હતી અને ફાઇનલમાં શેફાલીની ધમાકેદાર એન્ટ્રી
