Sabarkantha News/ હિંમતનગરમાં મુશળધાર વરસાદ, શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

પંથકમાં ફરી મુશળધાર વરસાદ આવ્યો છે. હિંમતનગરના પૂર્વ વિસ્તારમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ

Top Stories Gujarat Others Breaking News

Sabarkantha News: સાબરકાંઠા પંથકમાં ફરી મુશળધાર વરસાદ આવ્યો છે. હિંમતનગરના પૂર્વ વિસ્તારમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ભારે વરસાદને કારણે બેરણાં રોડ, ગાયત્રી મંદિર રોડ અને શારદાકુંજ પાણીમાં ગરકાવ થઈ ગયા. સહકારી જીન વિસ્તાર, શગુન સોસાયટી અને શાસ્ત્રીનગરમાં પણ પાણી ભરાઈ જતાં લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો છે.

[fvplayer id=”54″]

હિમતનગર ખાતે આવેલી  નિકુંજ સોસાયટી અને આસપાસના વિસ્તારોના ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતાં રહેવાસીઓમાં હાહાકાર મચી ગયો. નિચાણવાળા વિસ્તારોમાં આવેલા ખુલ્લા પ્લોટોમાં પાર્ક કરાયેલા વાહનો પાણીમાં ડૂબી ગયા. એક જ પ્લોટમાં પાર્ક કરાયેલી લગભગ 20 જેટલી કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ.

[fvplayer id=”55″]

વરસાદી પાણીના ભરાવને કારણે રસ્તાઓ નદીઓ બની ગયા હતા. લોકોને પોતાના ઘરોમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું. શહેરના નાગરિકો રાતભર પાણી કાઢવા માટે મથામણ કરતા જોવા મળ્યા. નગરપાલિકાના કર્મચારીઓએ પાણીની નિકાલ માટે તાત્કાલિક કામગીરી શરૂ કરી હોવાની માહિતી મળી છે.

 

સ્થાનિક લોકોનું કહેવું છે કે દરેક વર્ષે વરસાદમાં આ જ હાલત સર્જાય છે, પરંતુ નગરપાલિકા તરફથી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. લોકોમાં રોષનું માહોલ જોવા મળી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Sabarkantha News/સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં વરસાદી માહોલ યથાવત

આ પણ વાંચો: Sabarkantha News/સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ, ખેડબ્રહ્મા-વડાલીમાં ભારે વરસાદ

આ પણ વાંચો: Sabarkantha News/સાબરકાંઠામાં પ્રાંતિજ મામલતદાર કચેરીનો મામલતદાર અને ડ્રાઈવર 50 હજારની લાંચ લેતા ઝડપાયા