Sport news/ FIFA વર્લ્ડ કપ 2026: ક્વાર્ટર ફાઇનલ પહેલા ફૂટબોલ ફેન્સ માટે મોટા સમાચાર, ટિકિટના ભાવમાં જંગી ઘટાડો; જાણો શું છે કારણ

FIFA વર્લ્ડ કપ 2026 ની ક્વાર્ટર ફાઇનલ મેચો પહેલા ટિકિટના ભાવમાં 60% નો ઘટાડો થયો છે. રોનાલ્ડોની પોર્ટુગલ અને સહ-યજમાન અમેરિકા બહાર થઈ જતાં સ્પેન-બેલ્જિયમ મેચની ટિકિટો ઘણી સસ્તી થઈ ગઈ છે.

Sports
FIFA

મેગા ફૂટબોલ ઇવેન્ટ FIFA વર્લ્ડ કપ 2026 હવે તેના સૌથી રોમાંચક અને અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. આ અઠવાડિયાથી જ ક્વાર્ટર ફાઇનલ (QuarterFinals) ની હાઈ-વોલ્ટેજ મેચો શરૂ થવા જઈ રહી છે, પરંતુ તે પહેલા સ્ટેડિયમમાં જઈને લાઈવ મેચ જોનારા ચાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ટૂર્નામેન્ટની સૌથી મોટી નોકઆઉટ મેચોની ટિકિટની કિંમતોમાં અચાનક મોટો ઘટાડો નોંધાયો છે.

શુક્રવારે સ્પેન અને બેલ્જિયમ વચ્ચે રમાનારી મહત્વની ક્વાર્ટર ફાઇનલ મેચની ટિકિટો ઘણી સસ્તી થઇ ગઇ છે. અગાઉ આ પ્રતિષ્ઠિત મેચ જોવા માટે સૌથી સસ્તી ટિકિટનો ભાવ $2,950 (આશરે ₹2.45 લાખ) સુધી પહોંચી ગયો હતો,જે હવે ઘટીને માત્ર $1,200 (આશરે ₹1 લાખ) ની આસપાસ આવી ગયો છે.

શુક્રવારે સ્પેન અને બેલ્જિયમ વચ્ચે રમાનારી મહત્વની ક્વાર્ટર ફાઇનલ મેચની ટિકિટો ઘણી સસ્તી થઈ ગઈ છે. અગાઉ આ પ્રતિષ્ઠિત મેચ જોવા માટે સૌથી સસ્તી ટિકિટનો ભાવ $2,950 (આશરે ₹2.45 લાખ) સુધી પહોંચી ગયો હતો, જે હવે ઘટીને માત્ર $1,200 (આશરે ₹1 લાખ) ની આસપાસ આવી ગયો છે.

યજમાન અમેરિકા બહાર થતાં જ ઘટ્યો ટિકિટનો ક્રેઝ

કિંમતોમાં આટલા મોટા ઘટાડા પાછળનું મુખ્ય કારણ સહ-યજમાન દેશ યુનાઇટેડ સ્ટેટ્સ (USA) નું ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જવું માનવામાં આવે છે. પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમે અમેરિકાને 4-1થી હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું. જો અમેરિકન ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હોત તો હોમ ગ્રાઉન્ડના કારણે ટિકિટની માંગ અને ભાવ બંને આસમાને હોત.

રોનાલ્ડો (Ronaldo) ની વિદાયે પણ બજાર ઠંડુ કર્યું

ટિકિટ સસ્તી થવા પાછળ સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ પોર્ટુગલનું બહાર થવું પણ એક મોટું પરિબળ છે. સ્પેને રોનાલ્ડોની ટીમને 1-0થી હરાવીને ટૂર્નામેન્ટની બહાર નો રસ્તો બતાવ્યો હતો. આ હાર સાથે જ ફૂટબોલના મહાન ખેલાડી રોનાલ્ડોની વર્લ્ડ કપ કરિયરનો પણ અંત આવી ગયો છે. રોનાલ્ડોની ગેરહાજરીથી ચાહકોનો ઉત્સાહ ઓછો થયો અને ટિકિટની કિંમતો તૂટી ગઈ.

નિષ્ણાતોના મતે, જો ક્વાર્ટર ફાઇનલમાં અમેરિકા અને પોર્ટુગલ સામસામે હોત, તો ટિકિટના ભાવ ઇતિહાસના તમામ રેકોર્ડ તોડી નાખત. બીજી તરફ, હાલમાં ફ્રાન્સ અને મોરોક્કો વચ્ચેની મેચની ટિકિટ સૌથી સસ્તી $989 (આશરે ₹82 હજાર) માં મળી રહી છે.


આ પણ વાંચો :રોનાલ્ડોને પાસ કેમ નથી આપતો? બ્રૂનો ફર્નાન્ડીઝ પર ફેન્સનો આક્રોશ; ઉઠાવ્યા ગંભીર સવાલો

આ પણ વાંચો :39 વર્ષની ઉંમરે પણ રોનાલ્ડોનો કમાલ ,સાઉદી લીગની સિઝનમાં સૌથી વધુ ગોલનો રેકોર્ડ તોડ્યો

આ પણ વાંચો :રોનાલ્ડોએ સલમાન ખાનને આ રીતે કર્યો ઇગ્નોર, આ જોઇને સલમાન ખાન….