T20 વર્લ્ડ કપ 2022માં શ્રીલંકાની સફર સુપર 12માં અટકી ગઈ હતી. ઈંગ્લેન્ડ સામેની છેલ્લી મેચ હાર્યા બાદ ટીમની રિટર્ન ટિકિટ કપાઈ હતી. પરંતુ, માત્ર આનાથી આ ટીમની મુશ્કેલીઓ ઓછી થઈ નથી. આ પછી શ્રીલંકન ટીમના ખેલાડી દાનુષ્કા ગુનાથિલાકાની રેપના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. એવા અહેવાલ છે કે શ્રીલંકાની ટીમ ગુણાથિલાકા વિના સ્વદેશ પરત ફરી છે. ગુનાથિલાકાની સિડનીમાં ધરપકડ કરવામાં આવી હતી.
Sri Lanka cricketer Danushka Gunathilaka has been arrested in Sydney yesterday for rape. Sri Lanka team left home without him this morning. Gunathilaka was injured three weeks ago and replaced by Ashen Bandara. But team management kept him with the squad without sending him home.
— Rex Clementine (@RexClementine) November 6, 2022
ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડ સામેની હાર બાદ દાનુષ્કા ગુણાથિલકાની ધરપકડના સમાચારે શ્રીલંકન ક્રિકેટમાં હલચલ મચાવી દીધી છે. નોંધનીય છે કે , ગુણાથિલાકા 3 અઠવાડિયા પહેલા ઈજાગ્રસ્ત થયા હતા અને ટીમમાં તેમનું સ્થાન ફરીથી એશેન બંદરાએ લીધું હતું. જો કે, મુખ્ય ટીમમાંથી બહાર થયા બાદ પણ ટીમ મેનેજમેન્ટે તેને પોતાની સાથે જોડી રાખવાનો નિર્ણય લીધો હતો.
દાનુષ્કા ગુણાથિલાકા પર 29 વર્ષની મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. તે આ મહિલાને ડેટિંગ એપ દ્વારા મળ્યો હતો. અહેવાલ છે કે બળાત્કારની ઘટના આ અઠવાડિયાની શરૂઆતમાં બની હતી. ઓસ્ટ્રેલિયન અખબાર ‘ધ ઓસ્ટ્રેલિયન’ અનુસાર, પોલીસે જણાવ્યું કે શ્રીલંકાના 31 વર્ષીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટરને રવિવારે સવારે 1 વાગ્યે સિડનીની સસેક્સ સ્ટ્રીટ હોટેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ 29 વર્ષીય મહિલા દ્વારા લગાવવામાં આવેલા આરોપના બદલામાં કરવામાં આવી છે.
