sports news/ રોનાલ્ડોને પાસ કેમ નથી આપતો? બ્રૂનો ફર્નાન્ડીઝ પર ફેન્સનો આક્રોશ; ઉઠાવ્યા ગંભીર સવાલો

ફીફા વર્લ્ડ કપ 2026 માં ડીઆર કાંગો સામે પોર્ટુગલની મેચ ડ્રો થયા બાદ ફેન્સ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના (Ronaldo) બદલે પ્લેમેકર બ્રૂનો ફર્નાન્ડીઝ પર ગુસ્સે ભરાયા છે. ફેન્સનો આક્ષેપ છે કે બ્રૂનો જાણીજોઈને રોનાલ્ડોને પાસ નથી આપતો. વાંચો અહેવાલ.

Trending Sports
Ronaldo

Bruno Fernandes Portugal Fans Backlash: ફીફા વર્લ્ડ કપ 2026 (FIFA World Cup 2026) માં ડીઆર કાંગો (DR Congo) સામે પોર્ટુગલની મેચ 1-1 થી ડ્રો થતાં જ સોશિયલ મીડિયા પર મોટો વિવાદ છેડાયો છે. સામાન્ય રીતે ટીમ હારે કે ડ્રો થાય ત્યારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) ની ઉંમર પર સવાલો ઉઠે છે, પણ આ વખતે ફેન્સના નિશાના પર માન્ચેસ્ટર યુનાઇટેડના સ્ટાર મિડફીલ્ડર બ્રૂનો ફર્નાન્ડીઝ (Bruno Fernandes) આવ્યા છે. ફેન્સનો આક્ષેપ છે કે બ્રૂનો મેચ દરમિયાન રોનાલ્ડોને પૂરતા પાસ આપતો નથી અને જાણીજોઈને મોકા બગાડે છે.

Ronaldo

વાયરલ આંકડા અને વેન રૂનીનો સપોર્ટ:(Ronaldo)

સોશિયલ મીડિયા પર એક આંકડો વાયરલ થયો છે, જે મુજબ 2017 થી સાથે રમવા છતાં બ્રૂનોએ કોઈ મોટી ટૂર્નામેન્ટમાં રોનાલ્ડોને એકપણ આસિસ્ટ (Goal Assist) આપ્યો નથી. જ્યારે બીજી તરફ ડિફેન્ડર નૂનો મેન્ડિસે રોનાલ્ડો માટે 6 ગોલ આસિસ્ટ કર્યા છે. આ વિવાદ વચ્ચે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન વેન રૂની પણ રોનાલ્ડોના(Ronaldo) સપોર્ટમાં આવ્યા છે. રૂનીએ જણાવ્યું કે, “બ્રૂનો ફર્નાન્ડીઝ અને બર્નાર્ડો સિલ્વા સમગ્ર મેચમાં રોનાલ્ડો (Ronaldo) માટે એક પણ ક્લિયર મોકો બનાવી શક્યા નથી, તો પછી રોનાલ્ડોનો વાંક કેવી રીતે કાઢી શકાય?”

Ronaldo

આ ગુસ્સાને કારણે બ્રૂનોની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર 20,000 થી વધુ નેગેટિવ કમેન્ટ્સ આવી છે, જેમાં ફેન્સ લખી રહ્યા છે કે રોનાલ્ડોને (Ronaldo) પાસ આપો’. ફૂટબોલ નિષ્ણાતો માને છે કે માત્ર એક ખેલાડીને દોષ આપવો ખોટો છે, પરંતુ જો પોર્ટુગલે વર્લ્ડ કપમાં આગળ વધવું હશે તો મિડફીલ્ડર્સે પોતાના કેપ્ટન રોનાલ્ડોને બેસ્ટ સર્વિસ આપવી જ પડશે.


આ પણ વાંચો: કેનેડાએ કતરને 6-0 થી હરાવ્યું, મેચ બાદ ખેલાડીઓ અને કોચ વચ્ચે થઈ ઉગ્ર મારામારી

આ પણ વાંચો: IPL 2027 ના શેડ્યૂલને લઈને BCCI ની જાહેરાત, આગામી વર્ષે આ તારીખથી શરૂ થશે ટુર્નામેન્ટ

આ પણ વાંચો: ભારતીય ચાહકોએ મેચ જોવા માટે કરવા પડશે ઉજાગરા, જાણો ફિફા વર્લ્ડ કપનું સંપૂર્ણ ટાઇમ-ટેબલ