National News/ કાનપુરમાં બોટલ બાબા એ કાળો પડછાયો કહી મહિલા સાથે કર્યો રેપનો પ્રયાસ,બાબા જેલભેગો

કાનપુર દેહાતમાં ‘બોટલ બાબા’ (Botal Baba)ના નામે પ્રખ્યાત ઢોંગી બાબા હરિઓમ યાદવની પોલીસે ધરપકડ કરી છે. બાબા પર એક મહિલાએ કાળી શક્તિઓનો સાયો હટાવવાના નામે રૂમમાં બોલાવી છેડતી અને રેપના પ્રયાસનો ગંભીર આરોપ લગાવ્યો છે.

NATIONAL Top Stories India
Botal Baba

Kanpur Botal Baba Fraud Case: ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતમાંથી અંધશ્રદ્ધાના નામે મહિલાઓનું શોષણ કરતા એક ઢોંગી બાબાનો(Botal Baba) પર્દાફાશ થયો છે. કાનપુર દેહાતના હરિધામ સરકાર આશ્રમના સંચાલક હરિઓમ યાદવ ઉર્ફે ‘બોટલ બાબા’ પર એક મહિલાએ છેડતી અને બળાત્કારના પ્રયાસનો ગંભીર આક્ષેપ કર્યો છે. ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે પોલીસે ઢોંગી બાબા(Botal Baba) અને તેના શિષ્ય સહિત 5 નામજદ લોકો સામે FIR નોંધીને બાબા અને તેના મુખ્ય શિષ્ય દીપકની ધરપકડ કરી લીધી છે.

પૂજાના બહાને રૂમમાં બોલાવી આચરી અશ્લીલ હરકત

પીડિત મહિલાના જણાવ્યા મુજબ, તેના સસરા અને દિયરે ગત 6th June ના રોજ બાબાને ઘરે પૂજા માટે બોલાવ્યા હતા. ત્યાં બાબાએ (Botal Baba) દાવો કર્યો કે મહિલા પર ‘કાળી શક્તિઓનો સાયો’ છે, જેને દૂર કરવા માટે 40,000 રૂપિયા પડાવી લીધા અને 15th June ના રોજ આશ્રમ બોલાવી. 15th June ના રોજ જ્યારે મહિલા આશ્રમ પહોંચી, ત્યારે બાબા તેને વિશેષ વિધિના બહાને એક રૂમમાં લઈ ગયો અને અશ્લીલ હરકતો કરીને રેપનો પ્રયાસ કર્યો. મહિલાએ વિરોધ કરતાં બાબા, તેના દિયર અને શિષ્યોએ મહિલા સાથે મારપીટ કરી ગળું દબાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો.

4 વીઘાનો આશ્રમ અને ફૂંક મારેલી બોટલનો ખેલ(Botal Baba)

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ઢોંગી બાબા (Botal Baba) 4 વીઘાના આશ્રમમાં પોતાનો દરબાર ભરે છે. ત્યાં 20 રૂપિયાની પાણીની બોટલ ખરીદ્યા પછી જ એન્ટ્રી મળે છે. બાબા આ પાણીની બોટલમાં ફૂંક મારીને કેન્સર જેવી બીમારીઓ મટાડવાનો અને કોરડા મારીને ભૂત ભગાડવાનો ખોટો દાવો કરતો હતો. હાલમાં પોલીસે બંને મુખ્ય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.


આ પણ વાંચો:જિમ ટ્રેનર બન્યો નકલી બાબા, બીમારી મટાડવા ભક્તો પાસે માંગતો હતો દારૂ અને કબાબ

 આ પણ વાંચો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો ગોવિંદાનંદ સામે બદનક્ષીનો કેસ

આ પણ વાંચો: બાબા ચૈતન્યાનંદની આગ્રા હોટલમાંથી વિદ્યાર્થીનીઓની છેડતી કરવાના આરોપમાં ધરપકડ