બહુપ્રતિષ્ઠિત ફોર્બ્સ મેગેઝીન દ્વારા અમેરિકાની ટેક્નોલોજી કંપનીઓના ટોપ-50 મહિલા અધિકારીઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય મૂળની ચાર મહિલાઓને પણ સામેલ કરવામાં આવી છે.
- પહ્મશ્રી વોરિયર (58) :-

હાલ ચીનની કાર કંપની નિયોના યુએસ હેડ છે. અગાઉ તે અમેરિકાની ટેક કંપની સિસ્કો સિસ્ટમ્સમાં ચીફ ટેકનોલોજી ઓફિસર હતી. તેણે સિસ્કોના અધિગ્રહણના સોદામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે માઈક્રોસોફટના બોર્ડમાં સામેલ છે. આંધપ્રદેશના વિજયવાડામાં જન્મેલી પહ્મશ્રી દિલ્હી આઈઆઈટીની પાસઆઉટ છે.
- કોમલ મંગતાની (43) :-

ઉબરની સિનિયર ડાયરેક્ટર છે. તે બિઝનેસ ઈન્ટેલિજન્સ સેક્શનની હેડ પણ છે. કોમલ ઉબરની મહિલા એનજીઓના બોર્ડમાં પણ સામેલ છે. તેણે ધર્મસિંહ દેસાઈ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી, ગુજરાતમાંથી અભ્યાસ કર્યો હતો.
- નેહા નરખેડે (32) :-

લિંક્ડઈનમાં સોફટવેર એન્જિનિયરની નોકરી કરવાની સાથે કોફ્લુએન્ટને અપાચે કાફ્કા સોફટવેર તૈયાર કરવામાં મદદ કરી હતી. નેહા પૂના યુનિવર્સિટીની પાસઆઉટ છે.
- કામાક્ષી શિવરામકૃષ્ણન (43) :-

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે જોડાયેલી કંપની ડ્રોબિજ ની સીઈઓ અને ફાઉન્ડર છે. તેમણે 2010માં કંપની બનાવી હતી. ડ્રોબિજ એ ટ્રેક કરે છે કે લોકો કેવા-કેવા ડિવાઈઝ યુઝ કરી રહ્યાં છે.
