National News/ જિમ ટ્રેનર બન્યો નકલી બાબા, બીમારી મટાડવા ભક્તો પાસે માંગતો હતો દારૂ અને કબાબ

મુંબઈના ડિંડોશીમાં પોલીસે એક Gym Trainer માંથી નકલી બાબા બનેલા શખ્સની ધરપકડ કરી છે. તે બીમારી મટાડવાના નામે ભક્તો પાસેથી મોંઘો દારૂ અને કબાબ માંગતો હતો.

NATIONAL Top Stories India
Gym Trainer બન્યો નકલી બાબા

Fake Baba Arrested in Mumbai: મુંબઈની ડિંડોશી પોલીસે એક એવા શાતિર છેતરપિંડી કરનાર નકલી બાબાની(Gym Trainer)  ધરપકડ કરી છે જે ચાર વર્ષ પહેલા સુધી જિમમાં લોકોને ટ્રેનિંગ આપતો હતો. રિધમ પંચાલ ઉર્ફે મોન્ટી પંચાલ નામના આ શખ્સે ઝડપથી પૈસા કમાવવાની લાલચમાં લોકોના અંધવિશ્વાસનો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું અને બીમારીઓ ઠીક કરવાના બહાને લોકો પાસેથી લાખો રૂપિયા અને અજીબોગરીબ ચીજોની માંગણી કરવાનું શરૂ કર્યું હતું.

દેવી આવતી હોવાનું નાટક કરી ભરાવતો દરબાર

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે રિધમ દર ગુરુવાર અને શનિવારે રાત્રે 8 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી પોતાનો ‘દરબાર’ ભરતો હતો. તે દાવો કરતો હતો કે તેના શરીરમાં દેવીનો વાસ છે અને તે ગમે તેવી ગંભીર બીમારી કે ભૂત-પ્રેતનો સાયો દૂર કરી શકે છે. લોકો તેની જાળમાં ફસાય તે માટે તે આબેહૂબ નાટક કરતો હતો.

Gym Trainer બન્યો નકલી બાબા

દારૂ, સિગારેટ અને લિવરની માંગણી

આ નકલી બાબાની (Gym Trainer) કરતૂત ત્યારે સામે આવી જ્યારે તેના દ્વારા કરવામાં આવતી માંગણીઓ વિશે ખબર પડી. રિધમ તેના ભક્તો પાસે સારવારના બદલામાં માત્ર મોટી રકમ જ નહીં, પરંતુ મોંઘો દારૂ, સિગારેટ, જીવતા મરઘા અને બકરાના લિવર (કાળજું) જેવી વસ્તુઓ માંગતો હતો. અંધશ્રદ્ધામાં ડૂબેલા અનેક લોકો તેની આ માંગણીઓ પૂરી પણ કરતા હતા.

Gym Trainer પર પોલીસ કાર્યવાહી અને તપાસ

ડિંડોશી પોલીસે આરોપી વિરુદ્ધ છેતરપિંડી અને અંધશ્રદ્ધા (Gym Trainer)ફેલાવવા બદલ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ‘છેતરપિંડીના દરબાર’માં અન્ય કેટલા લોકો સામેલ હતા અને અત્યાર સુધીમાં આ લોભી બાબાએ કેટલા નિર્દોષ લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે.


આ પણ વાંચો:25 આંગળીઓ સાથે બાળકનો થયો જન્મ, પરિવારના સભ્યો કહ્યું આ ‘દેવીના આશીર્વાદ’….

 આ પણ વાંચો: મુક્તેશ્વરાનંદ નકલી બાબા છે, કોંગ્રેસ તેમનું સમર્થન કરે છે’

આ પણ વાંચો: બાબા ચૈતન્યાનંદની આગ્રા હોટલમાંથી વિદ્યાર્થીનીઓની છેડતી કરવાના આરોપમાં ધરપકડ