Not Set/ શ્રીલંકાનો ૯-૦ થી સફાયો કરતી વિરાટ સેના

ભારત- શ્રીલંકા વચ્ચે રમાયેલી એક માત્ર ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય ટીમનો ૭ વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. આ સાથે જ વિરાટ કોહલીની કેપ્ટનસી હેઠળ ભારતીય ટીમે ૯-૦ થી કિલન સ્વીપ કરી ઈતિહાસ રચી દીધો છે અને ઓસ્ટ્રેલિયાના રેકોર્ડની બરાબરી છે. આ અગાઉ વિરાટ સેના શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં ૩-૦ અને વન-ડે સિરીઝમાં ૫-૦ થી વ્હાઈટવોશ કરી […]

Sports

ભારત- શ્રીલંકા વચ્ચે રમાયેલી એક માત્ર ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય ટીમનો ૭ વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. આ સાથે જ વિરાટ કોહલીની કેપ્ટનસી હેઠળ ભારતીય ટીમે ૯-૦ થી કિલન સ્વીપ કરી ઈતિહાસ રચી દીધો છે અને ઓસ્ટ્રેલિયાના રેકોર્ડની બરાબરી છે. આ અગાઉ વિરાટ સેના શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં ૩-૦ અને વન-ડે સિરીઝમાં ૫-૦ થી વ્હાઈટવોશ કરી ચૂકી છે.
પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ૨૦ ઓવરમાં ૧૭૦ રન ફટકાર્યા હતા. ૧૭૧ રનનો પીછો કરતા ભારતીય ટીમે ૩ વિકેટ ગુમાવી આ લક્ષ્યાંકને વટાવી દીધો હતો. કેપ્ટન વિરાટ કોહલીએ ૮૨ રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જ્યારે મનિષ પાંડેએ પોતાની ટી-20 કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારતા ૫૧* રન બનાવ્યા હતા. વિરાટ કોહલી અને મનિષ પાંડેએ ત્રીજી વિકેટ માટે ૧૧૯ રનની ભાગીદારી કરતાં ભારતને જીતની રાહ પર અગ્રેસર કર્યું હતુ.