Not Set/ ગુસ્સામાં સ્ટમ્પ્સને લાત મારવી અને એમ્પાયર સાથે ખરાબ વર્તણૂક શાકિબ અલ હસનને ભારે પડ્યું

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (બીસીબી) ઢાકા પ્રીમિયર લીગ (ડીપીએલ) 2021 ની મેચમાં એમ્પાયર પર ગુસ્સો બતાવવા અને સ્ટમ્પ્સને લાત મારવા બદલ ઓલરાઉન્ડર શાકિબ અલ હસન પર ત્રણ મેચનો પ્રતિબંધ મૂક્યો છે.

Top Stories Sports

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (બીસીબી) ઢાકા પ્રીમિયર લીગ (ડીપીએલ) 2021 ની મેચમાં એમ્પાયર પર ગુસ્સો બતાવવા અને સ્ટમ્પ્સને લાત મારવા બદલ ઓલરાઉન્ડર શાકિબ અલ હસન પર ત્રણ મેચનો પ્રતિબંધ મૂક્યો છે. એક અહેવાલ મુજબ, ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને પાંચ લાખ બાંગ્લાદેશી ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

યુરો કપ ફૂટબોલ / ડેનમાર્ક અને ફિનલેન્ડ વચ્ચેની મેચ દરમ્યાન ડેનિશ ફૂટબોલરને આવ્યો હાર્ટ એટેક

મોહમ્મડન સ્પોર્ટિંગ ક્લબ તરફથી રમતા, તેણે મેદાન પર પોતાનો ગુસ્સો ઢાલવ્યો હતો અને એમ્પાયરનાં આઉટ ન આપવા પર સ્ટમ્પ્સને લાત મારી હતી. તે ડીપીએલમાં અભાની લિમિટેડ સામે બોલિંગ કરી રહ્યો હતો અને પોતાની એક બોલ પર એમ્પાયરે આઉટ ન આપ્યો ત્યારે તે એકવાર નહી પણ બે વાર ગુસ્સે થયો હતો અને ખરાબ વર્તણૂક કરી હતી. મુશફિકુર રહીમ સામેની એલબીડબ્લ્યુ અપીલ નામંજૂર થયા બાદ શાકિબ અલ હસેને લાત મારીને સ્ટમ્પને પાડી દીધુ હતુ. બાદમાં, તેણે મેદાન પરનો સ્ટમ્પ ઉખાડી દીધુ હતુ અને તેને જમીન પર પટકી દીધુ હતુ અને બાદમાં એમ્પાયર સાથે દલીલ કરવાનું શરૂ કર્યું હતુ. ત્યારબાદ એમ્પાયરે પણ જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું. મોહમ્મડન સ્પોર્ટિંગ ક્લબ ક્રિકેટ ક્લબનાં અધ્યક્ષ મસુદુજ્જમાંએ આ ઘટનાક્રમ અંગે પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે તેઓ બીસીબીને અપીલ કરશે, જેથી તે ખબર પડે કે તેમના ખેલાડીએ આ પ્રકારનું વર્તન શા માટે કર્યુ.

જીતની હેટ્રિક / યુક્રેનની ખેલાડીને હરાવી વિનસ ફોગાટે પોલેન્ડ ઓપનમાં 53 કિલોગ્રામ શ્રેણીમાં જીત્યો ગોલ્ડમેડલ

મસુદુજ્જમાએ કહ્યું કે, અમને હજી સુધી કોઈ સત્તાવાર પત્ર મળ્યો નથી પરંતુ અમને ખબર પડી છે કે એમ્પાયર ક્લબે ચાર મેચની પ્રતિબંધની ભલામણ કરી છે. અમે બોર્ડને અપીલ કરીશું અને તેઓને આ મામલાની તપાસ કરવા કહીશું અને શાકિબ અલ હસન આવું પગલું ભરવા માટે કેમ પ્રેરાય છે તે પણ અમે જોઇશું. સ્વાભાવિક રીતે, આ સ્વીકાર્ય ન હતું, પરંતુ તે કેમ થયું તેની તપાસ કરવી પણ ખૂબ જરૂરી છે. જોકે, શાકિબે હવે આ મામલે ચાહકોની માફી માંગી લીધી છે. તેણે પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ પર માફી માંગી છે. આ મામલે તેની પત્ની ઉમ્મે અલ હસને પણ પતિનો બચાવ કર્યો છે.