Pakistan Deputy PM Ishaq Dar falls video: પાકિસ્તાનના (Pakistan) નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ ઇશાક ડાર માટે એક મહત્વની રાજદ્વારી બેઠક હાસ્યાસ્પદ ક્ષણમાં ફેરવાઈ ગઈ હતી. સાઉદી અરેબિયા અને ઈજિપ્તના વિદેશી મહેમાનોનું લાલ જાજમ (Red Carpet) પર સ્વાગત કરવા જતી વખતે ઇશાક ડાર અચાનક સંતુલન ગુમાવી બેઠા અને જમીન પર લપસી પડ્યા હતા. વિદેશી પ્રતિનિધિઓની હાજરીમાં બનેલી આ ઘટનાનો વીડિયો હવે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં શું દેખાયું?
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ઇશાક ડાર જેવા જ વિદેશી મહેમાનો તરફ આગળ વધે છે, તેમનું બેલેન્સ બગડે છે અને તેઓ જોરથી જમીન પર પછડાય છે. જોકે, સદનસીબે તેમને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. તેમણે તરત જ પોતાની જાતને સંભાળી લીધી હતી અને પ્રોટોકોલ મુજબ મહેમાનોનું અભિવાદન ચાલુ રાખ્યું હતું. પરંતુ આ ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને હવે સોશિયલ મીડિયા યુઝર્સ પાકિસ્તાની (Pakistan) તંત્રની મજાક ઉડાવી રહ્યા છે.
पाकिस्तान के डिप्टी प्राइम मिनिस्टर और विदेश मंत्री मोहम्मद इशाक डार ज़मीन पर गिरे ,
पाकिस्तान के डिप्टी प्राइम मिनिस्टर और फॉरेन मिनिस्टर मोहम्मद इशाक डार के साथ एक अनएक्सपेक्टेड पल हुआ जब वे सऊदी अरब और मिस्र के फॉरेन मिनिस्टर्स का वेलकम कर रहे थे ,
जैसे ही वे रेड कार्पेट पर… pic.twitter.com/NbYbB2CWR9
— Nargis Bano (@Nargis_Bano78) March 29, 2026
Pakistan માં શાંતિ સ્થાપવા માટે મળી હતી મહત્વની બેઠક
આ ફજેતી એવા સમયે થઈ જ્યારે પાકિસ્તાન (Pakistan) મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં મધ્યસ્થી (Mediator) તરીકે પોતાની છબી સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઇસ્લામાબાદમાં સાઉદી અરેબિયા, તુર્કી અને ઈજિપ્તના વિદેશ મંત્રીઓની એક ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ પશ્ચિમ એશિયામાં વધતા તણાવને ઓછો કરવાનો અને વૈશ્વિક ઉર્જા પુરવઠા (LPG/તેલ) પર થતી માઠી અસરોને રોકવાનો હતો.
વૈશ્વિક ઈંધણ સંકટ પર ચર્ચા
ઈરાન યુદ્ધને કારણે વિશ્વભરમાં પેટ્રોલ અને ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે. આ બેઠક દ્વારા પાકિસ્તાન (Pakistan)એ સાબિત કરવા માંગતું હતું કે તે વૈશ્વિક શાંતિમાં મોટો ફાળો આપી શકે છે. જોકે, ડેપ્યુટી PM ના લપસી પડવાની આ ઘટનાએ ગંભીર ચર્ચાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર હાસ્યનું વાતાવરણ ઉભું કરી દીધું છે.
આ પણ વાંચો : મોંઘવારીનો માર! કોન્ડોમથી લઈને પેરાસિટામોલ અને ડ્રાય ફ્રુટ્સના ભાવમાં મોટો ઉછાળો
આ પણ વાંચો : ઇઝરાયેલ પર યમનનો પ્રથમ મિસાઇલ હુમલો, શું હવે મહાયુદ્ધ ફાટી નીકળશે?
આ પણ વાંચો :અમેરિકામાં ટ્રેન અને વૅન વચ્ચે ભીષણ ટક્કર, એક જ પરિવારની બે દીકરીઓ સહિત 5 ના મોત


