ભારતની મહિલા ખેલાડીઓમાં વિશ્વસ્તરે ડંકો વગાડનાર સ્ટાર રેસલર વિનસ ફોગાટે આ સિઝનમાં જીતની હેટ્રિક સર્જી છે અને દેશને ગૌરવ અપાવ્યું છે.શુક્રવારે ભારતના સ્ટાર રેસલર વિનેશ ફોગાટે પોલેન્ડ ઓપનના 53 કિલોગ્રામ શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

તેણે ફાઇનલમાં યુક્રેનની ક્રિસ્ટિના બેરેઝા સામે એક પણ પોઇન્ટ ગુમાવ્યો ન હતો અને 8-0થી જીત મેળવી હતી. 26 વર્ષીય વિનેશનું સીઝનનુંનું આ ત્રીજું ટાઇટલ છે, જેણે માર્ચમાં મેટ્ટીયો પેલિકન અને એપ્રિલમાં એશિયન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેળવ્યો હતો.

આ જીત સાથે, એવું લાગે છે કે વિનેશ ટોક્યો ઓલિમ્પિક્સમાં ટોચની ક્રમાંકિત રેસલર બનશે. વિનશે ‘ડબલ-લેગ એટેક’થી તેના મોટાભાગના પોઇન્ટ બનાવ્યા જ્યારે 2019 યુરોપિયન સિલ્વર મેડલ જીતનાર બેરેજા સમગ્ર મુકાબલામાં રક્ષણાત્મક રહ્યા હતા.વિનસને આ સફળતા બાદ સમગ્ર દેશવાસીઓ તેમજ તેના શુભેચ્છકો તરફથી શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

