sports news/ IPL 2027 ના શેડ્યૂલને લઈને BCCI ની જાહેરાત, આગામી વર્ષે આ તારીખથી શરૂ થશે ટુર્નામેન્ટ

IPL 2027 ના શેડ્યૂલ અંગે BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ મોટું અપડેટ આપ્યું છે. ભારતમાં મે મહિનાની પ્રચંડ ગરમીથી બચવા માટે ટુર્નામેન્ટ 10 March થી 15 May વચ્ચે યોજવાનું પ્લાનિંગ છે અને મેચોની સંખ્યા 74 જ રહેશે. વાંચો વિગત.

Trending Sports
IPL 2027 શેડ્યૂલની તારીખ જાહેર!

IPL 2027 Schedule Update: IPL 2026 ની સીઝન હજુ તાજેતરમાં જ સમાપ્ત થઈ છે અને આગામી સીઝન એટલે કે IPL 2027 ના શેડ્યૂલને લઈને એક ખૂબ જ મોટું અપડેટ સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, આગામી વર્ષે IPLની શરૂઆત સામાન્ય દિવસો કરતા થોડી વહેલી થઈ શકે છે અને મે મહિનાના મધ્ય સુધીમાં ટુર્નામેન્ટ પૂર્ણ કરી દેવામાં આવશે. BCCI દ્વારા આ મહત્વનો નિર્ણય એક ખાસ કારણસર લેવામાં આવ્યો છે. જો કે, ક્રિકેટ ચાહકો માટે એ જાણવું પણ જરૂરી છે કે આગામી સીઝનમાં મેચોની સંખ્યામાં કોઈ વધારો કરવામાં આવશે નહીં.

10 માર્ચથી શરૂ થઈ શકે છે IPL 2027

BCCI ના સેક્રેટરી દેવજીત સૈકિયાએ ન્યૂઝ એજન્સી PTI સાથે વાતચીત કરતા આ મહત્વની માહિતી શેર કરી છે. તેમણે જણાવ્યું કે, મે મહિનામાં ભારતના મોટાભાગના રાજ્યોમાં પ્રચંડ ગરમી અને હીટવેવનો સામનો કરવો પડે છે. આ ગંભીર ગરમીથી ખેલાડીઓ અને સ્ટેડિયમમાં આવતા દર્શકોને બચાવવા માટે આગામી વર્ષે IPLને 10 March થી 15 May ની વચ્ચે શેડ્યૂલ કરવાનું વિચારવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે IPL માર્ચના છેલ્લા અઠવાડિયામાં શરૂ થઈને મે મહિનાના અંત સુધી ચાલે છે, પરંતુ આગામી વર્ષે તેને 2 અઠવાડિયા વહેલી શરૂ કરવા પર ગંભીર મંથન ચાલી રહ્યું છે.

15 મેના રોજ યોજાઈ શકે છે ફાઈનલ મેચ

BCCI સેક્રેટરીએ વધુમાં જણાવ્યું કે, “અમે આવતા વર્ષથી ટૂર્નામેન્ટ વહેલી શરૂ કરવાનો પૂરો પ્રયાસ કરીશું. આ માટે મેં અમારા જનરલ મેનેજર અને પૂર્વ ફાસ્ટ બોલર એબે કુરુવિલાને એક નવો રોડમેપ અને શેડ્યૂલ તૈયાર કરવા સૂચના આપી દીધી છે, જેથી કરીને આપણે 10 March સુધીમાં ટૂર્નામેન્ટ શરૂ કરી શકીએ અને 15 May સુધીમાં ફાઇનલ મેચ રમાડીને તેને પૂર્ણ કરી શકીએ.”

મેચોની સંખ્યામાં નહીં થાય કોઈ વધારો

ઘણા સમયથી ચર્ચા હતી કે IPLમાં મેચોની સંખ્યા વધારવામાં આવશે, પરંતુ દેવજીત સૈકિયાએ આ અટકળો પર વિરામ મૂકી દીધો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે IPL 2027 માં મેચોની સંખ્યામાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. હાલ પૂરતી મેચોની સંખ્યા 74 થી વધારીને 94 કરવાની કોઈ શક્યતા નથી. વ્યસ્ત આંતરરાષ્ટ્રીય શેડ્યૂલના કારણે અને અન્ય આઈસીસી (ICC) સંલગ્ન ક્રિકેટ બોર્ડ્સ (ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ) ના ખેલાડીઓના હિતો અને આરામને ધ્યાનમાં રાખીને બોર્ડ હાલ મેચો વધારવાના પક્ષમાં નથી.


આ પણ વાંચો: શેફાલી વર્માએ રચ્યો વર્લ્ડ રેકોર્ડ! એક જ મેચમાં ફિફ્ટી અને 3 વિકેટ ઝડપી ઇતિહાસ બનાવ્યો

આ પણ વાંચો: ફાઇનલની રેસ માટે ઇન્ડિયા A નો જંગ, ઓપનર વૈભવ સૂર્યવંશી 38 રને આઉટ

આ પણ વાંચો: હાર્દિક પંડ્યાની વનડે કરિયર જોખમમાં! ટીમ ઇન્ડિયાને મળ્યો  વર્લ્ડ કપ માટે નવો ઓલરાઉન્ડર