sports news/ ભારતીય ચાહકોએ મેચ જોવા માટે કરવા પડશે ઉજાગરા, જાણો ફિફા વર્લ્ડ કપનું સંપૂર્ણ ટાઇમ-ટેબલ

અમેરિકા, કેનેડા અને મેક્સિકો દ્વારા સંયુક્ત રીતે આયોજિત ફિફા World Cup 2026 નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. 48 ટીમો અને 104 મેચોના આ મહાકુંભનું ભારતીય સમય અનુસારનું લિસ્ટ વાંચો.

Trending Sports
World Cup

FIFA World Cup 2026 Full Update: વિશ્વના સૌથી મોટા રમતગમતના મહાકુંભ એટલે કે ‘ફિફા વર્લ્ડ કપ 2026’ (FIFA World Cup 2026) નો કાઉન્ટડાઉન હવે સમાપ્ત થઈ ચૂક્યો છે. અમેરિકા (USA), કેનેડા અને મેક્સિકો દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ મેગા ફૂટબોલ ટૂર્નામેન્ટ 11 June થી ધમાકેદાર રીતે શરૂ થવા જઈ રહી છે. આ વખતે ટૂર્નામેન્ટમાં અગાઉ ક્યારેય ન જોવા મળ્યો હોય તેવો વિરાટ રોમાંચ જોવા મળશે. આખી સિરીઝ દરમિયાન 16 આધુનિક શહેરોમાં કુલ 104 મેચો રમાશે, જેમાં વિશ્વની 48 શક્તિશાળી ટીમો ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે. વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિના લિયોનલ મેસીની આગેવાનીમાં પોતાના ખિતાબનો બચાવ કરવા માટે જીજાન લગાવી દેશે.

નવો ફોર્મેટ: 32 ના બદલે પહેલીવાર 48 ટીમો ભાગ લેશે

ફિફાના (World Cup) ઇતિહાસમાં આ વખતે સૌથી મોટો અને ઐતિહાસિક બદલાવ કરવામાં આવ્યો છે:

ટીમોનો વધારો: વર્ષ 1998 પછી આ પ્રથમ પ્રસંગ છે જ્યારે ટીમોની સંખ્યા વધારાઈ છે. અગાઉ 32 ટીમો રમતી હતી, જેના બદલે હવે 48 ટીમો ભાગ લેશે. આ તમામ 48 ટીમોને 12 અલગ-અલગ ગ્રૂપમાં (દરેક ગ્રૂપમાં 4 ટીમ) વહેંચવામાં આવી છે.

નવા દેશોનું ડેબ્યૂ: આ વર્ષે ફૂટબોલ વર્લ્ડ કપના ઇતિહાસમાં કેપ વર્ડે, કુરાકાઓ, જોર્ડન અને ઉઝબેકિસ્તાન જેવી ટીમો પ્રથમ વખત વર્લ્ડ કપ રમીને ઇતિહાસ રચી રહી છે.

39 દિવસનો મહાસંગ્રામ: આખી ટૂર્નામેન્ટ 39 દિવસ સુધી સતત ચાલશે અને 19 July ના રોજ ન્યૂયોર્ક ન્યૂજર્સી સ્ટેડિયમ (મેટલાઈફ સ્ટેડિયમ) ખાતે રમાનારી ફાઇનલ મેચ સાથે વિશ્વને નવો ચેમ્પિયન મળશે.

ચાહકોએ મેચ જોવા માટે કરવા પડશે ઉજાગરા

આ ફૂટબોલ વર્લ્ડ કપના(World Cup) મુકાબલા અમેરિકાના 11, મેક્સિકોના 3 અને કેનેડાના 2 વિશિષ્ટ સ્ટેડિયમ્સમાં યોજાવાના છે. મેક્સિકો અને કેનેડા બંને 13-13 મેચો હોસ્ટ કરશે (જેમાં કેનેડામાં 3 નોકઆઉટ મેચ પણ રમાશે). જ્યારે બાકીની તમામ 78 મુખ્ય મેચો અમેરિકામાં રમાશે, જેમાં ક્વાર્ટર-ફાઇનલ, સેમિ-ફાઇનલ અને ફાઇનલ જેવી મોટી મેચો સામેલ છે.

ભારત અને અમેરિકા-મેક્સિકોના ટાઈમ ઝોનમાં મોટો તફાવત હોવાના કારણે, મોટાભાગની લાઈવ મેચો ભારતીય સમય (IST) અનુસાર મોડી રાત્રે 12:30, 2:30, સવારે 3:30, 4:30 કે સવારે 6:30 વાગ્યે શરૂ થશે. આથી ભારતીય ફૂટબોલ પ્રેમીઓએ લાઈવ એક્શન અને પોતાના ફેવરિટ પ્લેયર્સને રમતા જોવા માટે રાતભર ઉજાગરા કરવા પડશે.

કુલ 1,248 ખેલાડીઓ બતાવશે પોતાનો દમખમ

FIFA વર્લ્ડ કપ 2026 માં વિશ્વભરના કુલ 1,248 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેઓ 71 દેશોના 449 પ્રખ્યાત સ્થાનિક ક્લબ તરફથી રમે છે. આમાંથી 357 ખેલાડીઓ એવા છે જે અગાઉ પણ વર્લ્ડ કપ રમી ચૂક્યા છે, જ્યારે 891 ખેલાડીઓ પહેલીવાર વર્લ્ડ સ્ટેજ પર પોતાનું નસીબ અજમાવશે. સૌથી વધુ 200 ખેલાડીઓ એકલા ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઇંગ્લેન્ડ) માંથી આવી રહ્યા છે. ત્યારબાદ જર્મની (109), ફ્રાન્સ (86), સ્પેન (86), ઇટાલી (71) અને સાઉદી અરેબિયા (49) ના ખેલાડીઓનો સમાવેશ થાય છે.

FIFA World Cup નો સંક્ષિપ્ત અને રસપ્રદ ઇતિહાસ

ફૂટબોલ વર્લ્ડ કપના(World Cup) લાંબા ઇતિહાસમાં અત્યાર સુધી માત્ર 8 દેશો જ ચેમ્પિયન બની શક્યા છે, જેમાંથી 6 દેશોએ એક કરતાં વધુ વખત ટ્રોફી જીતી છે:

બ્રાઝિલ સૌથી આગળ: બ્રાઝિલ અત્યાર સુધી સૌથી વધુ 5 વખત વર્લ્ડ (World Cup) ચેમ્પિયન બન્યું છે.

સતત જીતનો રેકોર્ડ: ઇતિહાસમાં માત્ર બે જ દેશ સતત બીજી વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવી શક્યા છે. પેલેના નેતૃત્વમાં બ્રાઝિલે 1958 અને 1962 માં જીત મેળવી હતી, જ્યારે ઇટાલીએ 1934 અને 1938 માં સતત બે ટાઇટલ જીત્યા હતા.

ફ્રાન્સનો નવો ટાર્ગેટ: ફ્રાન્સ આ વખતે સતત ત્રણ વર્લ્ડ કપ(World Cup) ફાઇનલમાં પહોંચનારો વિશ્વનો ત્રીજો દેશ બનવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે (તેઓ 2018 માં ચેમ્પિયન બન્યા હતા અને 2022 માં આર્જેન્ટિના સામે રનર્સ-અપ રહ્યા હતા).


આ પણ વાંચો:15 વર્ષના વૈભવે તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ, ટીમ ઇન્ડિયામાં સિલેક્ટ થતાં જ અગરકરે આપી સલાહ

આ પણ વાંચો:7 વર્ષની ઉંમરે શરૂ થયેલી મહેનત, 15માં IPLનો સ્ટાર, જાણો બોસ બેબીની પ્રેરણાદાયક સફર

આ પણ વાંચો: ક્રિકેટમાં આજે પણ થાય છે મેચ ફિક્સિંગ, IPL ના પૂર્વ કમિશનર લલિત મોદીનો સનસનાટીપૂર્ણ દાવો