Not Set/ CM રૂપાણી દિલ્હીમાં, PMને મળ્યા બાદ, અમિત શાહ સાથે મહત્વ પૂર્ણ બેઠક

રાષ્ટ્રપતિ ભવન ખાતે PMની અધ્યક્ષતામાં મળી રહેલી નીતિ આયોગની બેઠકમાં CM રુપાણી હાજર રહેશે. આ બેઠકમાં તમામ રાજ્યના મુખ્યમંત્રી સહિત કેન્દ્રશાસિત પ્રદેશોનાં મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ ભાગ લેવાનાં છે. ત્યારે ગુજરાતનાં CM વિજય રૂપાણી પણ બેઠકમાં ભાગ લઇ રહ્યા છે. હાલા કે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ મીટિંગમાં જોડાવાની ના પાડી દીધી […]

Top Stories Gujarat Others Politics

રાષ્ટ્રપતિ ભવન ખાતે PMની અધ્યક્ષતામાં મળી રહેલી નીતિ આયોગની બેઠકમાં CM રુપાણી હાજર રહેશે. આ બેઠકમાં તમામ રાજ્યના મુખ્યમંત્રી સહિત કેન્દ્રશાસિત પ્રદેશોનાં મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ ભાગ લેવાનાં છે. ત્યારે ગુજરાતનાં CM વિજય રૂપાણી પણ બેઠકમાં ભાગ લઇ રહ્યા છે. હાલા કે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ મીટિંગમાં જોડાવાની ના પાડી દીધી છે. પરંતુ દેશની દશા અને દિશાનો ચિતાર આપતી આ બેઠકમાં ગુજરાતનાં પ્રશ્નો CM રૂપાણી દ્રારા રજુ કરવામાં આળશે.

નીતિ આયોગની બેઠક બાદ CM રૂપાણી PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ બેઠક યોજવાનાં છે. PM સાથે વિકાસ અને અન્ય બાબતે ગુજરાતનાં સંદર્ભમાં ચર્ચા કર્યા બાદ CM, ગૃહમંત્રી અમિત શાહને મળશે. અમિત શાહ હાલ ગૃહમંત્રી ઉપરાંત ભાજપનાં અધ્યક્ષની બેવળી જવાબદારી સંભાળી રહ્યા છે ત્યારે ગુજરાતની રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણીને લઇને આ બેઠક મહત્વની લેખવામા આવી રહી છે.

આપને જણાવી દઇએ કે ગુજરાત ભાજપનાં રાજ્યસભાનાં બે સાંસદો લોકસભા જીતતા બે બેઠકો ખાલી પડી છે અને આ બે બેઠકોની ચૂંટણી સાથે યોજવામા આવે તે એક બેઠકો પર વિધનસભાના સભ્યોની સંખ્યાની ગણતરી કરવામા આવતા ભાજપે હાલ એક બેઠક જતી કરવી પડે તેવી સ્થિતિ સર્જાય છે. આ મામલો જ કોંગ્રેસ વારંવાર ચૂંટણી પંચને બનેં બેઠક પર ચૂંટણી યોજવા ભલામણ કરી રહ્યું છે. ત્યારે CMની અમિત શાહ સાથેની મુલાકાત અનેક રીતે મહત્વની જોવામાં આવી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.