અમદાવાદ,
અમદાવાદમાં શનિવારે સવારે ગમખ્વાર અકસ્માતમાં સ્કૂલે જતી વિદ્યાર્થીની નું મોત થયું છે.શહેરના વસ્ત્રાલના રિંગ રોડ પર સ્કૂલે જતી વિદ્યાર્થીનીની સાયકલને હેવી ટ્રેલરે ટક્કર મારતા તેનું કમકમાટીભર્યું મોત થયું હતું.
વસ્ત્રાલ રિંગ રોડ પાસે માધવ સ્કૂલમાં અભ્યાસ કરતી 10 વર્ષની આ વિદ્યાર્થીનીને સવારે હેવી ટ્રેલર લઈ જતા ચાલકે જોરદાર ટક્કર મારી હતી.સાયકલને ટક્કર વાગતા વિદ્યાર્થીની નું માથું રોડ પર અફળાતા તેનું ઘટના સ્થળે જ મોત થયુ હતું.
આ અકસ્માત થતા લોકોના ટોળાં ભેગા થયા હતા.જો કે ટ્રેલર ચાલક ટ્રેલર મૂકી ફરાર થઈ ગયો હતો.પોલિસના કાફલાએ ઘટના પર આવીને ભીડ ને કાબુ મા લેવા તજવીજ હાથ ધરી હતી.
