Not Set/ “ભાદર તારા વહેતા પાણી” ડેમનાં 10 દરવાજા ખોલાતા નદી બે કાંઠે, નીચાણવાળા વિસ્તાર એર્ટલ પર

સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ એટલે કે રાજકોટ જીલ્લાનાં જેતપુર તાલુકામાં આવેલ ભાદર ડેમ-1. પાછલા દિવસોમાં ઉપરવાસમાં સારા વરસાદનાં કારણે ડેમમાં પાણીની પુષ્કળ આવક થવાનાં પગલે ભાદર ડેમ-1 નાં 10 દરવાજા ખોલાયા છે. ભાદર ડેમ -1 ડેમનાં કુલ 10 દરવાજા 4  ફૂટ ખોલાતા ભાદર બે કાંઠે અલ્હાદક રીતે ધસમસતી વહી રહી છે. ઉલ્લેખનીય છે કે, વરસાદને કારણે ડેમમાં પાણીની […]

Gujarat Rajkot

સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ એટલે કે રાજકોટ જીલ્લાનાં જેતપુર તાલુકામાં આવેલ ભાદર ડેમ-1. પાછલા દિવસોમાં ઉપરવાસમાં સારા વરસાદનાં કારણે ડેમમાં પાણીની પુષ્કળ આવક થવાનાં પગલે ભાદર ડેમ-1 નાં 10 દરવાજા ખોલાયા છે. ભાદર ડેમ -1 ડેમનાં કુલ 10 દરવાજા 4  ફૂટ ખોલાતા ભાદર બે કાંઠે અલ્હાદક રીતે ધસમસતી વહી રહી છે. ઉલ્લેખનીય છે કે, વરસાદને કારણે ડેમમાં પાણીની 15931 ક્યુસેક જેવી પુષ્કળ આવક સામે એટલી જ જાવક મેન્ટેઇન કરવા માટે ડેમનાં 10 દરવાજા ખોલવાની ફરી ફરજ પડી હતી. ડેમમાંથી પાણી છોડવામાં આવતા હાલ ભાદર નદીનાં જેતપુરથી લઇને પોરબંદર સુધીનાં લાંબા માર્ગનાં તમામ નીચાણવાળા વિસ્તારનાં ગામોને એલર્ટ કરાયા છે અને લોકોને નદીનાં પટમાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews