નવસારી,
નવસારીના ખેર ગામમાં ગૌચરની જમીન પર ગ્રામ પંચાયતના પદાધિકારીઓ દ્વારા નિયમ નેવે મૂકી કચરો ઠાલવવાની પરવાનગી આપતા સ્થાનિકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકોએ ઘણીવાર જિલ્લા પંચાયતમાં આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ જિલ્લા પંચાયતે આ મામલે કોઈ કાર્યવાહી ન કરતા હવે કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.
મહત્વનું છે કે, આ ગૌચરની જમીન નજીક સ્થાનિકોના ઘરો અને સ્કુલ પાસે આવેલી છે. જેને કારણે સ્થાનિકોમાં રોગચાળો ફાટી નિકળવાનો ભય ફેલાયો છે. વરસાદ બાદ તે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. તેને કારણે તાત્કાલિક ધોરણે આ કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
ખેરગામ વેણ ફળીયા ખાતે આવેલી ગૌચરની જગ્યામાં કોઈ સક્ષમ અધિકારીની મંજૂરી લીધા વગર તેમજ સરકારી નિયમને પણ નેવે મૂકીને ગ્રામપંચાયતના પદાધિકારીઓ દ્વારા આખા ગામનો કચરો ઠાલવતા ત્યાં નજીકમાં રહેતા સ્થાનિક તેમજ નજીકમાં આવેલ શાળાના વિદ્યાર્થીઓના આરોગ્ય સામે ખતરો ઉભો થવા પામ્યો છે.
જયારે આપણે જણાવી દઈએ કે, ખેરગામ ગ્રામપંચાયત અનેક વખત વિવાદમાં રહેવા પામી છે. ત્યારે ગ્રામપંચાયત દ્વારા ગામનો કચરો એકઠો કરી ગ્રામપંચાયતની વેણ ફળીયા ખાતે આવેલ ગૌચરની જમીનમા ગામનો કચરો ઠાલવવામાં આવે છે. ત્યારે જ્યાં આ કચરો ઠાલવવામાં આવે છે ત્યાંજ બાજુમાં પોતાની આવેલી જમનીમાં પોતાનું ઘર બાંધીને રહેતા સ્થાનિક રહીશ રોગચાળો ફાટવાની દહેશતથી પોતાના પરિવારનું આરોગ્ય જોખમાય સાથે જ નજીકમાં આવેલ શાળાના વિદ્યાર્થીઓના આરોગ્યને પણ ખતરો હોય માટે સ્થાનિક રહીશ રામુભાઈ ડાહ્યાભાઈ પટેલે એ જે સમયે કચરાના નિકાલ માટે ખાડો ખોદવામાં આવ્યો હતો.
એજ સમયે વિરોધ નોંધાવ્યો હતો. તેમ છતાં ગ્રામપંચાયતના પદાધિકારીઓ દ્વારા રામુભાઈના વિરોધમાં આંખ આડા કાન કરી હાલ પણ ત્યાંજ કચરો ફેંકવામાં આવે છે. જેથી રામુભાઈ દ્વારા હવે કંટાળી અને જિલ્લા કલેકટર સહિત અનેક જગ્યાએ રજુઆત કરવામાં આવી છે. તો કચરો નાખવા માટે જે ઊંડો ખાડો ખોદવામા આવ્યો છે એ ખાડામા હાલ વરસાદી પાણી ભરાઈ ગયા હોય જેથી ફરિયાદી રામુભાઈના પૌત્રો ત્યાં રમવા જતા હોય તો ખાડામાં પડી જવાનો પણ ભય રહેલો છે.
જયારે સ્થાનિક રામુભાઈ પટલે જેમના ઘરની ગ્રામપંચાયત નાખવામાં આવે છે તેમણે આ મુદ્દે જણાવ્યું હતું કે,
“કલેક્ટરને વારંવાર લેખિત અને મૌખિક ફરિયાદ કરવા બાદ પણ ખેરગામનો કચરો અહીં ઢાળવામાં આવે છે, જયારે ગ્રામ પંચાયતનું કલેક્ટરને કહેવામાં આવ્યું હતું કે કચરો મારા ઘરથી 500 મીટર દૂર ઠાલવવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે 200 મીટર જેટલો નજીક જ કચરો ફેંકવામાં આવે છે.
આ મુદ્દા પર સફાઈ આપતા ખેરગામના તલાટી કમ મંત્રી પ્રતાપભાઈ પટલે જણાવ્યું હતું કે,
“હાલ કચરો ઠાલવવાની કોઈ યોગ્ય જગ્યા ના કારણે કચરો ત્યાં ઠલાવવામાં આવે છે જેમ કે તંત્ર દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ હેઠળ વર્મી કમ્પોસ્ટનું શેડ બનાવવાની વાત કરવામાં આવી છે, પ્રક્રિયા હાલ કાર્યરત કરવામાં નહિ આવે ત્યાં સુધી તે જગ્યા સિવાય કચરાનો કોઈ અન્ય જગ્યામાં નિકાલ થઇ શકે એમ નથી.”
