Not Set/ UNGAમાં કાશ્મીર અંગે તુર્કી, મલેશિયા અને ઇમરાનનાં નિવેદનનો ભારત દ્વારા સણસણતો જવાબ કહ્યું કે, – આ મામલો સંપૂર્ણ રીતે આંતરિક, દખલ સ્વીકાર્ય નથી

ભારતનાં વિદેશ સચિવ રવિશ કુમારે તુર્કી દ્વારા યુએનજીએમાં કાશ્મીર મુદ્દો ઉઠાવવાની વાત પર વાત કરતા કહ્યું હતું કે આવી કોઈ બાબતે નિવેદન આપતા પહેલા, અમે તુર્કીની સરકારને જમીનની સ્તરની પરિસ્થિતિ સમજે તેવું ઇચ્છીશું. આ મામલો ભારત માટે સંપૂર્ણ આંતરિક છે.  આ ઉપરાંત કાશ્મીર અંગે મલેશિયાની ટિપ્પણી પર તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરએ દેશના અન્ય રાજ્યોની […]

Top Stories World

ભારતનાં વિદેશ સચિવ રવિશ કુમારે તુર્કી દ્વારા યુએનજીએમાં કાશ્મીર મુદ્દો ઉઠાવવાની વાત પર વાત કરતા કહ્યું હતું કે આવી કોઈ બાબતે નિવેદન આપતા પહેલા, અમે તુર્કીની સરકારને જમીનની સ્તરની પરિસ્થિતિ સમજે તેવું ઇચ્છીશું. આ મામલો ભારત માટે સંપૂર્ણ આંતરિક છે. 

આ ઉપરાંત કાશ્મીર અંગે મલેશિયાની ટિપ્પણી પર તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરએ દેશના અન્ય રાજ્યોની જેમ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એસેસમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગ પર ગેરકાયદેસર કબજો કર્યો છે. મલેશિયાની સરકારે બંને દેશોના સંબંધોને ધ્યાનમાં રાખીને આવા નિવેદનોથી બચવું જોઈએ.

લોકોને એલઓસી તરફ આગળ વધવાની પાકિસ્તાની વડા પ્રધાનની અપીલ અંગે રવિશે કહ્યું કે ઇમરાને યુએનજીએમાં પણ ઉશ્કેરણીજનક અને બેજવાબદાર નિવેદનો આપ્યા છે. તેમને ખબર નથી કે વૈશ્વિક સંબંધોને કેવી રીતે હેન્ડલ કરવો. સૌથી ગંભીર બાબત એ છે કે તેઓએ ભારત સામે જેહાદનું ખુલ્લેઆમ સ્વાગત કર્યું છે, આ સામાન્ય વાત નથી.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો