Gujarat Weather/ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ સાથે ભારે પવનની આગાહી

ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ (Rain Alert) અને તેજ પવનની આગાહી. કેટલાક વિસ્તારોમાં 60 kmph સુધી પવન ફૂંકાઈ શકે છે.

Top Stories Gujarat Breaking News
Rain Alert

Gujarat Weather:હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉપરી હવામાનના અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના સક્રિય પ્રભાવને કારણે આજે અને આગામી એક દિવસ સુધી કમોસમી વરસાદ (Rain Alert), ગાજવીજ, વીજળી અને તેજ પવનની સ્થિતિ જોવા મળશે.રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.

હવામાન વિભાગ મુજબ આજે ગુજરાતના ઘણા વિસ્તારોમાં હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી શકે છે, જેમાં લાઇટથી મોડરેટ વરસાદ સાથે ગાજવીજ અને 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ અને મહેસાણા, સૌરાષ્ટ્ર-કચ્છના કચ્છ, દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જામનગર અને પોરબંદર તેમજ દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ અને નવસારી સહિત દાદરા નગર હવેલી અને દીવ વિસ્તારમાં વરસાદ (Rain Alert) વધુ તીવ્ર રહી શકે છે.

ઘણા જિલ્લાઓમાં પડશે કમોસમી  વરસાદ (Rain Alert)

ત્યારબાદ વરસાદની પ્રવૃત્તિમાં થોડો ઘટાડો જોવા મળશે, પરંતુ કેટલાક વિસ્તારોમાં વિખરાયેલા વરસાદની (Rain Alert) સંભાવના યથાવત રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા, સૌરાષ્ટ્ર-કચ્છના કચ્છ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને અરવલ્લી જિલ્લાઓનો સમાવેશ થાય છે.

4 એપ્રિલ પછી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેવાની સંભાવના છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે હળવા વરસાદ (Rain Alert) અથવા ગાજવીજની શક્યતા ઓછી છે, પરંતુ વાદળો અને તેજ પવનનો પ્રભાવ ચોક્કસપણે અનુભવાશે. તાપમાન મહત્તમ 36 થી 37 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે, જે સામાન્ય કરતાં થોડું ઓછું ગણાય. સાથે જ, 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ગસ્ટિંગ દરમિયાન તેની ઝડપ 60 કિમી સુધી પહોંચી શકે છે. આગામી બે થી ત્રણ દિવસમાં તાપમાનમાં અંદાજે ૨થી 3 ડિગ્રીનો ઘટાડો પણ જોવા મળી શકે છે.


આ પણ વાંચો:ગુજરાતમાં ગરમી ,ઉકળાટ વચ્ચે કમોસમી વરસાદની આગાહી, IMDએ જારી કર્યો યલો અલર્ટ

આ પણ વાંચો:ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી એપ્રિલની શરૂઆતમાં વરસાદ

આ પણ વાંચો:ગુજરાતમાં ભર ઉનાળે માવઠાની આફત! 29-30 માર્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી