Gujarat Weather/ ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી એપ્રિલની શરૂઆતમાં વરસાદ

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી 31 માર્ચથી 3 એપ્રિલ સુધી અનેક જિલ્લાઓમાં માવઠું અને ગાજવીજ સાથે વરસાદની (Unseasonal Rain) આગાહી છે. આથી ગરમીમાં આંશિક રાહત મળશે, પરંતુ ઉકળાટ યથાવત્ રહેશે.

Top Stories Gujarat Breaking News
Unseasonal Rain

Gujarat Weather:ગુજરાતમાં હવામાન વિભાગ (IMD)ની તાજી આગાહી અનુસાર,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે એપ્રિલ મહિનાની શરૂઆતમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે.આજે (31 માર્ચ) ઉત્તર ગુજરાત અને કચ્છમાં સવારે 11 વાગ્યા સુધીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ (Unseasonal Rain) પડી શકે છે, જ્યારે 2 અને 3 એપ્રિલે રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું થવાની આગાહી છે.

ક્યાં પડશે માવઠું (Unseasonal Rain)?

હવામાન વિભાગના બુલેટિન મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી પ્રવૃત્તિ જોવા મળશે.આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગરમાં અને કચ્છમાં સવારે 11 વાગ્યા સુધી ગાજવીજ સાથે સામાન્ય વરસાદની (Unseasonal Rain) શક્યતા. કેટલાક વિસ્તારોમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે.

મુખ્ય શહેરોનું અનુમાનિત તાપમાન

શહેરો 

તાપમાન 

અમદાવાદ 37-38°C આસપાસ
ગાંધીનગર 35°C આસપાસ
વડોદરા 37°C આસપાસ
સુરત 37°C આસપાસ
ભુજ 34-35°C આસપાસ
અમરેલી 38-39°C આસપાસ
સુરેન્દ્રનગર 38°C આસપાસ

ઉત્તર ગુજરાત અને કચ્છમાં આગામી 2 અને 3 એપ્રિલે હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ અને વીજળીના કડાકાની આગાહી છે.સુરેન્દ્રનગર,મોરબી,અરવલ્લી,દાહોદ,પંચમહાલ,સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં પણ વાદળછાયું વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની (Unseasonal Rain) સંભાવના છે.

આ વરસાદી પ્રવૃત્તિને કારણે રાજ્યમાં ગરમીમાં આંશિક રાહત મળી શકે છે, પરંતુ તાપમાનમાં મોટો ઘટાડો નહીં થાય.હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં મહત્તમ તાપમાન 38થી 39 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. હીટવેવની શક્યતા હાલ નહિવત્ છે, પરંતુ ભેજવાળું વાતાવરણને કારણે ઉકળાટ અનુભવાઈ શકે છે.


આ પણ વાંચો:અમરેલી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, પડ્યો વરસાદ

આ પણ વાંચો:હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં 2 દિવસ કમોસમી વરસાદ, પવન અને ગાજવીજની ચેતવણી

આ પણ વાંચો:ગુજરાતમાં ભર ઉનાળે માવઠાની આફત! 29-30 માર્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી