Chhota Udepur News/ છોટાઉદેપુર: સરકારી માન્યતા વગરના બિયારણનું વેચાણ થતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ

છોટાઉદેપુર બજારમાં સરકારી માન્યતા વગરના અને બિલ વિનાના બિયારણ વેચાતા હોવાની ફરિયાદ ઉઠી છે. ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે કે, આ બિયારણ ગુણવત્તા યુક્ત ન હોવાથી આ બિયારણ પાકને નુકશાન કરી શકે છે. ત્યારે જવાબદાર વેપારીઓ સામે કડક પગલાં ભરવા માગ કરવામાં આવી છે.

Gujarat Others Breaking News
Fake Seeds

Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લામાં હાટ બજારોમાં માર્કા વગરના બિયારણના વેચાણને લઈને ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ કેટલાક ફેરિયાઓ બિલ વગર અને કોઈપણ માન્ય બ્રાન્ડ અથવા માર્કિંગ વિના બિયારણનું વેચાણ કરી રહ્યા છે. જેના કારણે બિયારણની ગુણવત્તા અને તેની વિશ્વસનીયતા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.

ખેડૂતોની બિનપ્રમાણિત બિયારણ (Fake Seeds)વેંચનનારા સામે પગલા ભરવા માગ

ખેડૂતોનું કહેવું છે કે ચોમાસાની સિઝનમાં વાવણી માટે મોટા પ્રમાણમાં બિયારણની ખરીદી કરવામાં આવે છે. આવા સમયે જો ગુણવત્તા વિનાનું અથવા બિનપ્રમાણિત બિયારણ ખેડૂતો સુધી પહોંચશે તો પાકને ભારે નુકસાન થઈ શકે છે અને ખેડૂતોને આર્થિક ફટકો પણ પડી શકે છે.

સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે કેટલાક ફેરિયાઓ હાટ બજારોમાં બિલ આપ્યા વિના બિયારણ વેચી રહ્યા છે. જેના કારણે કોઈ ફરિયાદ કે નુકસાનની સ્થિતિમાં ખેડૂતો પાસે ખરીદીનો પુરાવો પણ રહેતો નથી.

આ સમગ્ર મામલે ખેડૂતો દ્વારા કૃષિ વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોની માંગ છે કે હાટ બજારોમાં વેચાતા બિયારણની તાત્કાલિક તપાસ કરવામાં આવે, બિનપ્રમાણિત અથવા માર્કા વગરના બિયારણનું વેચાણ અટકાવવામાં આવે અને જો કોઈ ગેરરીતિ સામે આવે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

ખેડૂતોનું માનવું છે કે ગુણવત્તાસભર અને પ્રમાણિત બિયારણ જ ઉપલબ્ધ થાય તેની ખાતરી કરવી કૃષિ વિભાગની જવાબદારી છે. હાલ ખેડૂતો કૃષિ વિભાગ દ્વારા અસરકારક કાર્યવાહી અને નિયમિત ચેકિંગની રાહ જોઈ રહ્યા છે.


આ પણ વાંચો:નકલી ખાતર-બિયારણ વેચનારાઓ હવે સીધા જેલમાં જશે, કૃષિ મંત્રીની ચેતવણી

આ પણ વાંચો:ચોમાસા પહેલા ખેડૂતો માટે મોટું એલર્ટ! બિયારણ અને ખાતરની ખરીદી કરતા પહેલા આટલું ધ્યાન રાખજો

આ પણ વાંચો:રાજકોટમાં નકલી બિયારણ મામલે કૃષિ મંત્રીનું આકરું વલણ, સખત કાર્યવાહીની ચીમકી