Vadodara News/ વડોદરાના ડેસરમાં ગેરકાયદેસર રેતી ખનન, માટીની ભેખડ ધસી પડતાં બે મજૂરોના કરુણ મોત

વડોદરા જિલ્લાના ડેસરમાં ગેરકાયદેસર રેતી ખનન (Illegal Sand Mining) દરમિયાન માટીની ભેખડ ધસી પડતાં બે મજૂરો દટાઈ ગયા અને ઘટનાસ્થળે જ તેમના મોત નીપજ્યા. પોલીસ દ્વારા ફરાર સંચાલકો અને ભૂમાફિયાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

Top Stories Gujarat Vadodara Breaking News
Illegal Sand Mining

Vadodara News:વડોદરા જિલ્લાના ડેસરમાં ખાણ-ખનિજ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રની ઘોર બેદરકારીનો ભોગ ફરી એક વાર બે મજૂરો બન્યા છે. વગર મંજૂરીએ ચાલતા ગેરકાયદેસર રેતી ખનન (Illegal Sand Mining) દરમિયાન માટીની ભારેખમ ભેખડ ધસી પડતાં બે મજૂરો નીચે દટાઈ ગયા હતા. ઘટનાસ્થળે જ બંનેના મોત નીપજ્યાં છે. ડેસર તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં આવેલી નદી કે કોતરાળ જમીન પર આ દુર્ઘટના બની છે.

ગેરકાયદે માટી ખનન (Illegal Sand Mining) દરમિયાન મોટી દુર્ઘટના

પ્રાપ્ત વિગતો અનુસાર દરરોજની જેમ આજે પણ મજૂરો ઊંડા ખાડામાં ઉતરીને હાથેથી અને સામાન્ય સાધનોની મદદથી રેતી ખોદી રહ્યા હતા. ક્રેન કે અન્ય કોઈ સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.આ દરમિયાન ઉપરની અસ્થિર માટીની ભેખડ અચાનક ધસી પડી. ટનબંધ માટીના ઢગલા નીચે બે મજૂરો સીધા દટાઈ ગયા.

સમયસર સારવાર ન મળ્યાના પરિવારજનોના આક્ષેપ

ઘટનાસ્થળે હાજર અન્ય મજૂરો અને લોકો કંઈ સમજે તે પહેલાં જ બંને મજૂરોના શ્વાસ રૂંધાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં. સૌથી વધુ શરમજનક વાત એ છે કે,જેવી ભેખડ પડી કે તરત જ ગેરકાયદેસર ખનન (Illegal Sand Mining) કરાવતા સાઇડ સંચાલકો, સુપરવાઇઝરો અને ભૂમાફિયાઓ જેસીબી,ટ્રેક્ટર અને ટ્રકો લઈને ભાગી છૂટ્યા. તેમણે દટાયેલા મજૂરોને બચાવવાનો કે તેમને હોસ્પિટલ પહોંચાડવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો.ઘટનાની જાણ થતાં ડેસર પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસે ફરાર થયેલા સંચાલકો અને ભૂમાફિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો:વડોદરામાં પોલીટેકનિકના વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં ચકચાર મચી

આ પણ વાંચો:વડોદરામાં પોઇચા બ્રિજ પરથી કૂદીને યુવાનની આત્મહત્યા

આ પણ વાંચો: વડોદરામાં આડા સંબંધની ના પાડતા દીયરે ભાભી પર ગેંગરેપ ગુજારી હત્યા કરી