Vadodara News: વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને વડોદરાના સાવલી પોઇચા બ્રિજ પરથી એક યુવાને કૂદી પડીને આત્મહત્યા (Suicide)કરી હોવાની જાણ કરતો ફોન આવ્યો હતો. મોડી રાત્રે આ કોલ બાદ, વડોદરાના બે ફાયર સ્ટેશનની બે ટીમો આજે સવારે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બે કલાકની ભારે મહેનત બાદ, યુવાનનો મૃતદેહ (Deadbody) સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો.

યુવાને ગઇકાલે કરી આત્મહત્યા
ગઈકાલે રાત્રે, સાવલીથી વડોદરા જિલ્લાના ડાકોર તરફ વહેતી મહિસાગર નદી પર પોઇચા બ્રિજ (Poicha Bridge) પરથી એક યુવાને કૂદી આત્મહત્યા કરી હોવાનો ફોન આવ્યો હતો. પાણીગેટ ફાયર સ્ટેશનના કર્મચારીઓ અને ERC ફાયર ટીમ (Fire Brigade) ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બે કલાકની ભારે મહેનત બાદ, યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવાનનું નામ વિજયભાઈ ગોહિલ (Vijaybhai Gohil) હોવાનું જાણવા મળ્યું છે.

ફાયરબ્રિગેડે બહાર કાઢ્યો મૃતદેહ
ફાયર વિભાગે યુવાનનો મૃતદેહ બહાર કાઢીને પોલીસને સોંપ્યો હતો. યુવાનના કૂદવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં, આસપાસના વિસ્તારના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને કબજે લીધો છે અને પોસ્ટમોર્ટમ કરાવી રહ્યા છે. આ કોલ બાદ, ફાયર વિભાગને બીજો કોલ મળ્યો જેમાં સાવલી નજીકના જવેરીપુરા ગામમાં એક છોકરો તળાવમાં ડૂબી ગયો હોવાનો અહેવાલ મળ્યો. ફાયર વિભાગ તાત્કાલિક તળાવ પર પહોંચી ગયું અને શોધખોળ શરૂ કરી. જોકે, હજુ સુધી કોઈ મળ્યું નથી, અને શોધખોળ ચાલુ છે.
આ પણ વાંચો: વડોદરામાં ચાર સંતાનોની માતાની આત્મહત્યાના કારણે ચકચાર મચી
આ પણ વાંચો: વડોદરામાં પાદરા નજીક મહાલી કેનાલમાં યુવકની આત્મહત્યા
આ પણ વાંચો: વડોદરામાં મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકાની રહસ્યમય આત્મહત્યા
