Ahmedabad News : અમદાવાદ શહેરમાં સ્પોર્ટસ બાઈકની ચોરી કરતા આંતરરાજ્ય ગેંગનો ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં આશિષ ઉર્ફે આશુ લક્ષ્મણલાલજી અંગારા(મીણા) અને ખેમરાજ ઉર્ફે ખેમુ વિશ્રામભાઈ અંગારી (મીણા)ની ધરપકડ કરી હતી. જ્યારે તેમના ફરાર થયેલા સાગરીતો અમિત રાજેન્દ્ર ખરાડી, અનિલ ફર્ફે ભાતાર કાંતિલાલ આહારી, પોપટ હરીશભાઈ ખોખરીયા, મહેશ સંકરભાઈ ખરાડી અને પ્રકાશ અમરાભાઈ આહારીની શોધ હાથ ધરી છે.
તપાસમાં આરોપીઓ દિવસ દરમિયાન સામાન્ય મજુરી કામ કરતા હતા અને અમદાવાદની નવી નવી જગ્યાઓમાં કડ્યાકામમાં રોકાયેલા રહેતા હતા. આ નોકરી તેમના આવકનો સ્ત્રોત અને શંકાથી બચવાનો અનુકૂળ વેશ બની રહી હતી.
જોકે રાત્રે આ ગેંગ ગુનાહિત પ્રવૃતિમાં જોતરાઈ જતી હતી. મોટાભાગે તેઓ સ્પોર્ટ્સ બાઈક, સ્પીડ અને ગ્લેમરથી આકર્ષિત હતા.આરોપીઓ રહેણાંક સોસાયટીઓ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં રેકી કરતા હતા. યોગ્ય બાઈકની ઓળખ કર્યા બાદ કાવતરા મુજબ એકઠા થતા હતા. બાદમાં ડાયરેક્ટ વાયરિંગનો ઉપયોગ કરીને તથા બળજબરીથી લોક ખોલી નાંખતા હતા. બાદમાં તેઓ બાઈક ચોરીને ભાગી જતા હતા.
ચોરીની બાઈક તેમના વતન રાજસ્થાનના ગામમાં લઈ જતા હતા. બાદમાં ઉદયપુરનો વતની વૈભવ શાંતિલાલ નિમરાવ સ્પેરપાર્ટ્સ બદલી, ચેસિસ અને એન્જિન નંબર બદલીને નવા કોમ્બિનેશન બનાવી ગેરકાયદે વેચાણ માટે રાખતા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી 11 સ્પોર્ટ્સ બાઈક કબજે કર્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ રૂ.8,85,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ બાઈકની તેમણે ગાંધીનગર ઈન્ફોસિટી, રાણીપ, નાપણપુરા, એલિસબ્રિજ, પાલડી, કૃષ્ણનગર, ઘાટલોડિયા અને ચાંદખેડાથી ચોરી કરી હતી.
આ પણ વાંચોઃમહેસાણા APN સલ્ફર પ્લાન્ટમાં ભીષણ આગ: બે શ્રમિકોનું દુઃખદ મોત, બે ઘાયલ
આ પણ વાંચોઃમહેસાણામાં ONGC કોન્ટ્રાક્ટના નામે 11 બોલેરો ગાડીઓથી 33 લાખની છેતરપીંડી કરાઇ!
આ પણ વાંચોઃપાલનપુર-મહેસાણા પર આવેલા થ્રી એલિવેટેડ બ્રિજમાં મસમોટી તિરાડ, આબરૂ બચાવવા યુધ્ધના ધોરણે કામ શરૂ
