Ahmedabad News : સાબરમતી રિવરફ્રન્ટ ઈન્દિરા બ્રિજ નીચે છઠ્ઠ ઘાટ પાસે નદીના પટમાંથી પોલીસને 3.5.2025ના રોજ કંતાનમાં બાંધેલી એક પૂરૂષની લાશ મળી આવી હતી. આ હત્યા કેસમાં સંડોવાયેલા પાંચ આરોપીની અગાઉ પોલીસે ધરપકડ કરી હતી. જોકે રાજસ્થાનના બાડમેરનો રહેવાસી રાવતારામ શંકરલાલ પંવાર નાસતો ફરતો હતો.
દરમિયાન ઝોન-2 LCBની ટીમે તપાસ હાથ ધરતા આરોપી રાવતારામ રાજસ્થાનના પાલી જિલ્લાના સિરિયારી ગામમાં છપાયેલો હોવાની તથા મજુરી કામ કરતો હોવાની માહિતી મળી હતી.જેને આધારે પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચી હતી અને રાવતારામની ધરપકડ કરી હતી.
આ કેસમાં અગાઉ પોલીસે હિતેશ ઉર્ફે અમિત સંઘવી, હિસરામ ઉર્ફે મમતા મેઘવાલ, હેમારામ કોશલારામ મેઘવાલ, વિનયકુમાર અવધેશરામ અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃમહેસાણા APN સલ્ફર પ્લાન્ટમાં ભીષણ આગ: બે શ્રમિકોનું દુઃખદ મોત, બે ઘાયલ
આ પણ વાંચોઃમહેસાણામાં ONGC કોન્ટ્રાક્ટના નામે 11 બોલેરો ગાડીઓથી 33 લાખની છેતરપીંડી કરાઇ!
આ પણ વાંચોઃપાલનપુર-મહેસાણા પર આવેલા થ્રી એલિવેટેડ બ્રિજમાં મસમોટી તિરાડ, આબરૂ બચાવવા યુધ્ધના ધોરણે કામ શરૂ
