cancle/ કોરોના સંક્રમણના લીધે ઐઠોરનો મેળો રદ

ઔઠોરમાં 14થી 16 એપ્રીલ દરમિયાન યોજાનારો મેળો રદ કરી દેવામાં આવ્યો

Gujarat

ત્રણ દિવસ ચાલતા આ મેળાને કરોનાકાળની ગંભીરતા જોઇને રદ કરવામાં આવ્યો છે

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતી પણ ધીમે-ધીમે વિસ્ફોટક બની રહી છે. હવે ના છટુકે પણ સરકારે કડક પગલા લેવા પડે તેવી સ્થિતી સર્જાઇ છે. પરંતુ ઘણી જગ્યાએ જાતે જ ફરજ સમજી મંદિરોમાં થતા ઉત્સવો પર રોક લહાવી દેવામાં આવે છે. તેમાં જ એક છે. મહેસાણા જીલ્લાનો ઐઠોરનો મેળો. ત્રણ દિવસ ચાલતા આ મેળાને કરોનાકાળની ગંભીરતા જોઇને રદ કરવામાં આવ્યો છે.

ઔઠોર ગણપતી મંદિર સંસ્થા દ્ધારા પરંપરાગત યોજાતો મેળો પણ રદ

મહેસાણા જીલ્લામાં કોરોનાના કેસો દીન-પ્રતિદીન વધી રહ્યા છે. શહેર સહિત ગામડાઓમાં પણ કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેના કારણે જીલ્લાના મોટાભાગના મેળા રદ કરવામાં આવી રહ્યા છે. થોડા દિવસ પૂર્વે પાદોદર ગામમાં ભરાતો જોગણી માતાનો મેળો રદ કરવામાં આવ્યો હતો. ઔઠોર ગણપતી મંદિર સંસ્થા દ્ધારા પરંપરાગત યોજાતો મેળો પણ રદ કરવામાં આવ્યો છે.

આ નિર્ણય કોરોનાની મહામારીના કારણે લેવામાં આવ્યો છે

ઔઠોરમાં 14થી 16 એપ્રીલ દરમિયાન યોજાનારો મેળો રદ કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણય કોરોનાની મહામારીના કારણે લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આપણાં ત્યાં મેળાની આગવી ઓળખ હોય છે, પરંતુ કોરોનાકાળના કારણે હવે ધીમે-ધીમે મેળાઓ રદ થઇ રહ્યા છે.