Sabarkantha News/ હિંમતનગરમાં બસ અંડરપાસમાં ફસાઈ, ડ્રાઇવર કંડક્ટરનો બચાવ

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં બસ અંડરપાસમાં ફસાઈ હતી. તેમા ડ્રાઇવર અને મહિલા કંડક્ટરનો આબાદ બચાવ થયો હતો. ડ્રાઇવરે અંડરપાસમાંથી નીકળી જવાના વિશ્વાસે બસ ઉતારી હતી, પરંતુ બસ અંડરપાસમાં બંધ થઈ જતાં ડૂબવા લાગી હતી. ડ્રાઇવર અને મહિલા કંડક્ટરને દોરડુ ફેંકી બચાવી લેવાયા હતા.

Gujarat Others Breaking News

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં બસ અંડરપાસમાં ફસાઈ હતી. તેમા ડ્રાઇવર અને મહિલા કંડક્ટરનો આબાદ બચાવ થયો હતો. ડ્રાઇવરે અંડરપાસમાંથી નીકળી જવાના વિશ્વાસે બસ ઉતારી હતી, પરંતુ બસ અંડરપાસમાં બંધ થઈ જતાં ડૂબવા લાગી હતી. ડ્રાઇવર અને મહિલા કંડક્ટરને દોરડુ ફેંકી બચાવી લેવાયા હતા.

સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈ ચોતરફ પાણી ભરાઈ જવા પામ્યા હતા. આ દરમિયાન હિંમતનગરના હમીરગઢ નજીક અંડરપાસમાં બસ ફસાઈ જવા પામી હતી. અંડરપાસમાં બસને ચાલકે ઉતારી હતી. આ દરમિયાન બસ પાણીમાં જ બંધ પડી જતા સંપૂર્ણ પણે ડૂબી જવા પામી હતી.

વિદ્યાર્થીઓને લેવા માટે બસ જઈ રહી હતી અને એ દરમિયાન જ બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. એસટી વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ચાલકની બેદરકારી હોવા અંગે તપાસ શરુ કરી હતી. હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા પણ સ્થળ પર પહોંચ્યા હતા અને તેઓએ અજમેર રેલવે ડિવિઝનના અધિકારીઓને વરસાદી પાણીને લઈ અંડરપાસની સમસ્યાને દૂર કરવા જણાવ્યું હતુ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં ભારે વરસાદ, વહીવટી તંત્ર ‘પાણી’માં

આ પણ વાંચો:હવામાન વિભાગે કરી આગાહી, ‘આ’ જીલ્લાઓમાં છે રેડ એલર્ટ

આ પણ વાંચો:સાબરકાંઠામાં પ્રાંતિજ, લુણાવાડા થયા જળબંબાકાર, જાણો કેટલો વરસાદ ખાબક્યો

આ પણ વાંચો:ભારે વરસાદથી ગુજરાતના ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ