Ahmedabad news ટોપીબાજો પોતાના ખતરનાક પેંતરાઓની મદદથી ભોળા લોકોને ઠગીને રુપિયા સેરવી લેતા હોય છે. ત્યારે આવી ઘટનાઓ અવારનવાર આપણે સમાચારમાં વાંચતા જ હોઈએ છીએ ત્યારે એક આવો જ ગજબનો કિસ્સો અમદાવાદમાં બન્યો છે. જેની ફરિયાદ (Complaint) સોલા પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ છે. એક આરોપીએ શેરબજાર (Stock market) અને જમીન (Land) માં રોકાણ કરાવીને મોટા ફાયદાની લાલચ આપીને કરોડોની હેરાફેરી કરી નાખીને છેતરી લીધા હોવાનું જાણવા મળ્યું છે.
ઠગે ઓફિસ ખોલી
પીડિતોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોલા પોલીસની પકડમાં આવેલો આરોપી, જેનું નામ કિશન રાડિયા છે. આરોપી રાજકોટના ઉપલેટાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આરોપી કિશન રાડિયાએ અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા એકોલેડ કોમ્પલેક્સમાં શેરબજારમાં રોકાણ અને જમીન રોકાણ કરાવવા અંગેની ઓફિસ કરી હતી.
9 લોકો સાથે છેતરપિંડી
આ આરોપીએ 9 જેટલા લોકોને શેરબજાર અને જમીનમાં રોકાણ કરાવીને સારુ વળતર મેળવી આપશે, તેવી લાલચ આપી હતી. જે પછી આરોપીએ વિવિધ સ્કિમો આપીને આ 9 લોકો પાસેથી 13.59 કરોડનું રોકાણ કરાવ્યું હતું. જોકે, આ 9 લોકોને આરોપીએ કહ્યા મુજબ કાંઈ વળતર કે નફો ન મળતા આરોપી વિરુદ્ધ પીડિતોએ સોલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સોલા પોલીસે કરોડોની છેતરપિંડી કર્યાના આરોપમાં કિશન રાડિયાની ધરપકડ કરીને તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે ઠગને ઝડપી લીધો
આરોપી કિશન રાડિયાએ 9 લોકો પાસે 13.59 કરોડ સેરવી લઈને છેતરપિંડી કરી હતી. આ આરોપી રોકાણકારો સાથે સારા સંબંધો કેળવીને તેવા લોકો પર પોતાનો જાળ બિછાવતો જેને શેરબજાર અને જમીન અંગે સમજ ઓછી હોય. ત્યારબાદ આરોપી રોકાણકારોને શહેર બહાર આવેલી જમીનોમાં રોકાણ કરાવી ઓછા સમયમાં સારુ વળતર આપવાની લાલચ આપતો જેથી ભોળા રોકાણકારો ફસાઈ જતા હતા. તેમ આરોપીએ 9 રોકાણકારો પાસેથી બેન્ક એકાઉન્ટ અને આંગડિયા દ્વારા પૈસા મેળવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
સોલા પોલીસમાં ગુનો નોંધાયો
પોલીસે વધુ તપાસ હાથ ધરતા સામે આવ્યું હતું કે, કિશન રાડિયા નામનો આરોપી રોકાણકારોને વધુ પૈસાની લાલચ આપીને વધારે નફો કરીને પૈસા પાછા આપવાનું વચન રોકાણકારોને આપતો હતો. જે બાદ આરોપી આગંડિયા મારફતે બધી રકમ ઉપલેટામાં તેના સાગરીત નવનીતને મોકલવાનું કહેતો હતો. ત્યારે પોલીસે 13.59 કરોડની છેતરપિંડી મામલે ગુનો નોંધીને આરોપી કિશન રાડિયાને ઝડપી લીધો છે. જ્યારે તેના સાગરીત નવનીતની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો:અમદાવાદના મકરબામાંથી બે કાશ્મીરી યુવક ચરસ સાથે ઝડપાયા,દોઢ લાખનું ચરસ જપ્ત
આ પણ વાંચો:ગંભીર સમસ્યા : અમદાવાદ સ્માર્ટસિટી કે ભૂવાનગરી?
આ પણ વાંચો:અમદાવાદમાં વાહન લઇને નિકળ્યા છો તો રાખજો ધ્યાન, શહેરનાં આ વિસ્તારમાં ભૂવામાં પડી રીક્ષા
