Not Set/ નવરાત્રીનાં પહેલા નોરતા સાથે મેઘાની ધમાકેદાર બેટિંગ શરૂ

નવરાત્રીનાં પહેલા નોરતાની સાથેે મેઘાની બેટિંગ પણ શરૂ થઇ ગઇ છે. જણાવી દઇએ કે, ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. 

Top Stories Gujarat

નવરાત્રીનાં પહેલા નોરતાની સાથેે મેઘાની બેટિંગ પણ શરૂ થઇ ગઇ છે. જણાવી દઇએ કે, ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. આ વખતે નવરાત્રીનાં પ્રારંભિક નોરતામાં જ વરસાદનું વિઘ્ન જોવા મળ્યુ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ ઉત્તર-પૂર્વની દિશાનો પવન છે. ગુજરાતનાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા 5 તાલુકામાં 2 થી 3 ઇંચ, 11 તાલુકામાં 1 થી 2 ઇંચ જ્યારે 52 તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાત માટે રાહતનાં સમાચાર સામે આવી રહ્યા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલુ લોપ્રેશર ફંટાયું છે. તકેદારીનાં ભાગરૂપે દરિયાકાંઠે એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. માછીમારોને આગામી 48 કલાક દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સવારથી જ અમદાવાદનાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. મધરાત્રીએ કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા ઠંડક પ્રસરી ગઇ છે. રાયપુર, ખાડિયા, લાલ દરવાજા, આંબાવાડી, વસ્ત્રાપુર, એસ.જી.હાઇવે, સિંધુભવન, મકરબા, વેજલપુર સહિત વિસ્તારમાં વરસાદ પડ્યો છે. રાત્રે વરસાદી ઝાપટા પડતા બફારા બાદ ઠંડક પ્રસરી છે.

કચ્છ પંથકની વાત કરીએ તો અહી મેઘો મુસીબત બનીને આવ્યો છે. અંજારમાં રાત્રે 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ગાંધીધામમાં 24 કલાકમાં 2.5 ઇંચ વરસાદ, અબડાસા-ભુજમાં 1.5-1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વળી નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનુ સામે આવી રહ્યુ છે. સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે, અહી બારડોલી તાલુકામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે. વળી કામરેજમાં પણ રાત્રી દરમિયાન વરસાદ પડ્યો હતો. વાદળછાયા વાતાવરણ બાદ અહી વરસાદ શરૂ થયો હતો. જો કે વરસાદ શરૂ પડતા વાતાવરણમાં ઠંકડ પ્રસરી ગઇ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ