સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસના પોઝિટીવ કેસ સતત વધી રહ્યાં છે ત્યારે જિલ્લામાં દરરોજ સરેરાશ ૩૦ કરતા પણ વધુ પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યાં છે ત્યારે જિલ્લામાં નવા વધુ 3કેસ નોંધાયા છે. જીલ્લાના ઘુડશીયાની 20 વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવ, વારણાની 38 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ, બોડકાના 62 વર્ષીય વૃદ્ધને કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં. આ સાથે જિલ્લામાં કુલ આંક 567 પર પહોંચ્યો છે. જયારે આરોગ્ય વિભાગની ટીમે કોરોના પોઝીટીવ દર્દીઓના વિસ્તારમાં જઈ કવોરન્ટાઈન, સેનેટાઈઝેશન સહિતની કામગીરી હાથધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
