Not Set/ વલસાડ/ સાંજે ડોક્ટરનું થયુ અપહરણ, 1 કરોડની મંગાઇ ખંડણી, સવારે મળી આવ્યાં ખેતરમાંથી નગ્ન હાલતમાં…!!

વલસાડ નજીક આવેલા હરિયા ગામમાં રહેતા એક તબીબનું ગઈ મોડીરાત્રે અપહરણ થયું હતું. અપહરણ બાદ અપહરણકર્તાઓએ ભોગ બનેલ તબીબની પત્નીની પાસે રૂપિયા 1 કરોડની ખંડણી માંગી હતી. જો કે ઘટનાની જાણ થતાં જ વલસાડ જિલ્લા ની પોલીસ નો કાફલો અપહરણનો ભોગ બનેલ તબીબને છોડાવવા માટે તમામ દિશામાં તપાસ તેજ કરી હતી. ત્યારે ગઈકાલે રાત્રે તબીબની […]

Gujarat Others

વલસાડ નજીક આવેલા હરિયા ગામમાં રહેતા એક તબીબનું ગઈ મોડીરાત્રે અપહરણ થયું હતું. અપહરણ બાદ અપહરણકર્તાઓએ ભોગ બનેલ તબીબની પત્નીની પાસે રૂપિયા 1 કરોડની ખંડણી માંગી હતી. જો કે ઘટનાની જાણ થતાં જ વલસાડ જિલ્લા ની પોલીસ નો કાફલો અપહરણનો ભોગ બનેલ તબીબને છોડાવવા માટે તમામ દિશામાં તપાસ તેજ કરી હતી. ત્યારે ગઈકાલે રાત્રે તબીબની થયેલા અપહરણ  ના ગણતરીના કલાકો બાદ આજે બપોરે ભોગ બનેલ તબીબ વલસાડ નાજ એક ગામ નજીક થી નગ્ન  અવસ્થામાં  મળી આવતા ચકચાર મચી ગઇ હતી. તો પોલીસે પણ  આ મામલે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

વિગતવાર વાત કરવામાં આવે તો, વલસાડ તાલુકાના હરિયા  ગામના ટેકરી ફળિયામાં એક નાનું ક્લિનિક ચલાવતા ડોક્ટર જનક વૈરાગી નામના એક તબીબનું ગઈ મોડીરાત્રે અપહરણ થયું હતું.. તબીબ બાજુના ગામમાં થી દર્દીની સારવાર કરી અને ઘરે પરત ફરી રહ્યા હતા. એ વખતે જ ભગોદ ગામ નજીક આવેલા વૃદ્ધાશ્રમના પુલ નજીક પહોંચતા   એક નંબર વગરની ફ્રન્ટી કારે તબીબને આંતરી અને રોક્યા હતા. અને ત્યાર બાદ તબીબ કઈ સમજે એ પહેલા જ કારમાંથી ત્રણ અજાણ્યા શખ્સોએ તબીબનું નું અપહરણ કરી તેમના કારમાં બેસાડી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.

કારમાં બેસાડ્યા બાદ બે અપહરણકરતા ઓ એ  ડોકટર ના  મોઢા અને આંખ પર પટ્ટી બાંધી અને તેમના હાથ પગ બાંધી દીધા હતા. જોકે સમયસર ઘરે નહીં પહોંચતા તબીબની પત્નીએ તબીબનો ફોન પર સંપર્ક કરતાં તેના પતિનું અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું હોવાની  જાણ થતાં જ પત્ની ના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. કારણકે અપહરણકર્તાઓએ પત્ની પાસે પતિની મુક્તિ માટે રૂપિયા 1 કરોડની ખંડણી માંગી હતી. આથી ભોગ બનેલ તબીબ નો આખો પરિવાર સમસમી ગયો હતો.

તબીબની પત્નીએ પોલીસનો સંપર્ક કરી પોતાના પતિનું અપહરણ થયું હોવાની ફરિયાદ દાખલ કરતા જ વલસાડ પોલીસનો કાફલો અપરણ નો ભોગ બનેલ તબીબના  છુટકારા માટે તમામ દિશાઓમાં દોડતો થયો હતો. 

વલસાડના હરિયા ગામના ટેકરી ફળિયામાં એક નાનકડું ક્લિનિક ચલાવતા તબીબ ના અપહરણ બાદ અપહરણકરતા ઓ એ  પત્ની ને ફોન કરી અને રૂપિયા 1 કરોડની ખંડણી માંગી હોવાની ફરિયાદ દાખલ થતા જ વલસાડ જિલ્લા પોલીસનો કાફલો દોડતો થઇ ગયો હતો. અને અપહરણનો ભોગ બનેલ તબીબના છુટકારા માટે  તબીબના મોબાઇલ નંબરના  આધારે અપહરણકર્તાઓ સુધી પહોંચવા માટે તમામ દિશામાં તપાસ તેજ કરી હતી.આમ ગઈકાલે અપહરણ થયેલા તબીબ ની શોધ માટે  આખી રાત વલસાડ જિલ્લાની પોલીસ જિલ્લા નો ખૂણેખૂણો ખૂંદી વળી હતી. અને તબીબ ની તપાસ હાથ ધરી હતી અને સવાર થી પણ  જ વલસાડ જિલ્લા પોલીસ હર સંભવ પ્રયાસ કરી રહી હતી.

જોકે એવામાં જ નાટકીય રીતે વલસાડ જિલ્લાના ચિંચાાઇ ગામ નજીક થીજ અપહરણનો ભોગ બનેલ તબીબ નગ્ન અવસ્થામાં મળી આવ્યા હતા. જેની જાણ થતા જ પોલીસનો કાફલો અપહરણનો ભોગ બનેલ તબીબના ના પરિવારજનો સાથે ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને તબીબ નો કબજો મેળવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ત્રણ અજાણ્યા શખ્સોએ નંબર વગરની ફ્રન્ટી કારમાં તેમનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેમને ગોંધી રાખવામાં આવ્યા હતા. અને આંખે પટ્ટી બાંધી તેમને અજાણી જગ્યાએ રાખવામાં આવ્યા હતા. આથી અપહરણકર્તાઓ કોણ હતા તે અંગે હજુ સુધી તબીબે પોલીસ સમક્ષ જણાવી શક્યા નથી. તો પોલીસ પણ હજુ સુધી અપહરણકર્તાઓ અંગે કંઇ જાણી શકી નથી.

જોકે ભોગ બનેલ તબીબની પૂછપરછ જ આજે હકીકત બહાર આવી તે આધારે વલસાડ જિલ્લા પોલીસે આરોપીઓ સુધી પહોંચવા  તમામ દીશામાં તપાસ તેજ કરી છે. અપહરણકર્તાઓ ગુજરાતી અને હિન્દી ભાષામાં વાત કરી રહ્યા હોવા નુ અત્યાર સુધી જાણવા મળ્યું છે જોકે હજુસુધી પોલીસને  કોઈ કડી મળી નથી. અત્યારે તો અપહરણનો ભોગ બનેલા તબીબ ની તબિયત બગડ તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે અને ગુનાના ભેદ સુધી પહોંચવા માટે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે

આમ વલસાડના એક નાનકડા ગામમાં નાનકડું ક્લિનિક ચલાવતા તબીબ ના અપહરણ બાદ રૂપિયા 1 કરોડની ખંડણી માંગવાનો આ મામલો અત્યારે   જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.આથી અપહરણકર્તાઓ કોણ હતા ??? તે તમામ સવાલોના જવાબ મેળવવા માટે વલસાડ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews