Rajkot News: રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર ચોટીલા પાસે હૃદયદ્રાવક અકસ્માત (Accident) સર્જાયો છે. આ અકસ્માત પાછો ત્રિપલ અકસ્માત છે. હાઇવે પર ટ્રક અને પિક-અપ વાન સાથે કાર અથડાતા અકસ્માત (Accident) સર્જાયો હતો. ચોટીલા (Chotila)થી સાત કિલોમીટર દૂર જોલી એન્જોય વોટર પાર્ક ખાતે આ અકસ્માત સર્જાયો હતો. સ્વિફ્ટ કાર, પિક-અપ વાન અને ટ્રક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતના લીધે આખો હાઇવે રક્તરંજિત બન્યો હતો.
અકસ્માત (Accident) માં બાળક-ડ્રાઇવરની હાલત નાજુક
આ ભીષણ અકસ્માતમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે મોત થયા હતા. આ અકસ્માતમાં બાળક અને ડ્રાઇવરની હાલત નાજુક છે. બંને જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ઇજાગ્રસ્તો (Injured) ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં અમદાવાદ પાસિંગની કારનો કચ્ચરઘાણ બોલી ગયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક હળવો કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.

અકસ્માતમાં વાહનોના ફૂરચેફૂરચા બોલ્યા
રાજકોટ નજીક થયેલો આ અકસ્માત એટલો ભયંકર હતો કે વાહનોના ફૂરચેફૂરચા બોલી ગયા હતા અને તેના કારણે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ ઘટના અંગે મળતી વિગતો મુજબ હાઇવે પર ખૂબ જ ઝડપે જઈ રહેલી એક પિકઅપ વાન (Pickup Van) અચાનક પાર્ક કરેલા ટ્રક સાથે અથડાઈ ગઈ. ટક્કર એટલી તીવ્ર હતી કે અમદાવાદ તરફથી આવી રહેલી સ્વિફ્ટ કાર (Swift Car)ના ચાલકે કાબુ ગુમાવ્યો અને તે અકસ્માતગ્રસ્ત વાહનો સાથે અથડાઈ ગઈ, જેના કારણે હાઇવે પર ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો. ત્રણેય વાહનો સંપૂર્ણપણે નાશ પામ્યા.

બેના ઘટનાસ્થળે જ મોત
આ દુ:ખદ અકસ્માતમાં ચાર મુસાફરો હતા, જેમાંથી બેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ભયાનક અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય બે, એક માસૂમ બાળક અને કાર ચાલકને લોહીથી લથપથ, તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘાયલ બાળક અને અન્ય બે લોકોની હાલત અત્યંત નાજુક છે અને તેઓ જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ, પરિવાર ચૈત્ર નવરાત્રિ નિમિત્તે ચોટીલામાં ચામુંડા માતાજીના દર્શન કરવા આવ્યો હતો. દર્શન કર્યા પછી અમદાવાદ પરત ફરતી વખતે ચોટીલાથી સાત કિલોમીટર દૂર આ અકસ્માત થયો હતો.
પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો
ઘટનાની માહિતી મળતાં, ચોટીલા પોલીસ (Chotila Police) તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક રહેવાસીઓની મદદથી બચાવ કામગીરી શરૂ કરી. અકસ્માતગ્રસ્ત વાહનોને કારણે હાઇવે પર ટ્રાફિક જામ દૂર કરવા માટે, ક્રેનની મદદથી કાર અને પિકઅપ વાનને રસ્તા પરથી દૂર કરવામાં આવ્યા હતા. પોલીસે બંને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે ચોટીલા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
