Ahmedabad News : અમદાવાદ(Ahmedabad)ના લાલ દરવાજા વિસ્તારમાં લકી ટી સ્ટોલ પાસે બેફામ કારચાલક (Reckless Driver)દ્વારા ત્રણથી ચાર વાહનોને ટક્કર મારવાનો બનાવ બન્યો છે. કારચાલક વાહનોને ટક્કર (Hit Vehicles)મારીને એલિસબ્રિજ તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ પીછો કરીને તેને પકડી પાડ્યો હતો.
ત્રણથી ચાર વાહનોને ટક્કર (Hit Vehicles)મારી
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, કારચાલક શાહપુર તરફથી પૂરપાટ ઝડપે કાર ચલાવી રહ્યો હતો. રસ્તામાં તેણે ત્રણથી ચાર વાહનોને ટક્કર (Hit Vehicles)મારી હતી અને ત્યારબાદ લાલ દરવાજા ખાતે લકી ટી સ્ટોલ પાસે ફરી એક વાહનને જોરદાર ટક્કર મારી હતી. એક એક્સેસ (દ્વિચક્રી) વાહનને પણ ગંભીર રીતે અડફેટે લીધું હતું. ઘટનામાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે તે અંગે હજી સ્પષ્ટ માહિતી મળી નથી.
કારચાલક એલિસબ્રિજ ચાર રસ્તા નજીક પહોંચતા સ્થાનિક લોકોએ તેનો પીછો કરીને તેને પકડી પાડ્યો હતો. બાદમાં ટ્રાફિકના TRB જવાનો સ્થળ પર પહોંચી ગયા હતા. સ્થાનિક લોકો અને TRB જવાનોની મદદથી આરોપીને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવ્યો હતો.

સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કારચાલક વાસણા વિસ્તારનો રહેવાસી 20 વર્ષીય દેવાંગ દંતાણી હોવાનું સામે આવ્યું છે. તે પોતાના બે મિત્રો સાથે ભાડાની કાર લઈને નીકળ્યો હતો. સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું કહેવાય છે.
ટ્રાફિક પોલીસે કારચાલકને અટકાયત કરી આગળની તપાસ શરૂ કરી છે. મહત્વની વાત એ છે કે કારચાલક પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નહોતું. પોલીસ આ સમગ્ર મામલે ગુનો નોંધવાની કાર્યવાહી કરી રહી છે.
