Bharuch News/ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત, 2 લોકો થયા ગંભીર રીતે ઘાયલ

ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ટ્રેલર અને ટેન્કર વચ્ચે સામસામે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં (Accident) બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા અને ડ્રાઇવર કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને રેસ્ક્યુ ટીમે કટરથી બહાર કાઢ્યો.

Top Stories Gujarat Breaking News

Bharuch News:ભરૂચના દહેગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આજે સવારે એક મોટો અકસ્માત (Accident) થયો હોવાની ઘટના સામે આવી છે. ફૂલ સ્પીડમાં જઈ રહેલા ટ્રેલર અને ટેન્કર વચ્ચે સામસામે ટક્કર થતાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ટેન્કર ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો.

આ ઘટના  દહેગામ નજીક હાઇવે પર બની હતી જ્યાં  એક ટ્રેલર અને ટેન્કર સામસામે અથડાયા હતા. જેના કારણે  ટેન્કરનો આગળનો ભાગ તૂટી ગયો હતો,અને ડ્રાઇવર સ્ટીયરિંગ વ્હીલ અને કેબિન પેનલ વચ્ચે ગંભીર રીતે ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં રેસ્ક્યુ ટિમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

 અકસ્માતને (Accident) કારણે સર્જાયો ટ્રાફિક 

રેસ્ક્યુ ટીમે કેબિનમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવા માટે કટરનો ઉપયોગ કર્યો હતો. લગભગ એક કલાકની મહેનત પછી, તેઓ કેબિન પેનલ કાપીને ઘાયલોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. બંને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ ગંભીર અકસ્માતને (Accident) કારણે એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી . જોકે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ક્રેનનો ઉપયોગ કરીને અકસ્માતમાં સંડોવાયેલા વાહનોને દૂર કર્યા અને રસ્તો સાફ કર્યો હતો. ત્યાર બાદ પોલીસે અકસ્માત સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો:આણંદ-તારાપુર હાઇવે પર ભયાનક અકસ્માત, ત્રણના કરુણ મોત

આ પણ વાંચો:ભરૂચમાં વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયું મેગા ડિમોલિશન

આ પણ વાંચો:ભાભરમાં ટ્રકે રીક્ષાને અડફેટે લેતા સર્જાયો અકસ્માત, એકનું મોત