Rajkot News: રાજકોટમાં આકરા તાપ વચ્ચે પાણી કાપ (Water Cut) જોવાતા તાપમાનની સાથે-સાથે લોકોનો મિજાજ પણ ઊંચે ગયો છે. રાજકોટ શહેરમાં બુધવારે પાંચ વોર્ડમાં પાણી કાપ રહેશે. પાણી કાપના સમાચાર જાણતાં જ જે-જે વોર્ડમાં પાણી કાપ છે ત્યાં લોકોનો આક્રોશ ચરમસીમાએ ગયો છે. તેઓનું કહેવું છે કે પૂરતો વરસાદ પડ્યો છે અને બધા બંધોમાં પાણી છે અને સારા વરસાદની આગાહી છે ત્યારે આ પાણી કાપ શુ કામ આવ્યો છે.

રાજકોટમાં પાણી કાપ (Water Cut)
રાજકોટ શહેરના વોર્ટ નંબર 7,13, 14, 17 અને 18માં પાણી કાપ (Water Cut) મૂકવામાં આવ્યો છે. ભાદર લાઇનનો વાલ્વ બદલવાની કામગીરીના કારણે આ પાણીકાપ મૂકવામાં આવ્યો છે. વિનોદનગર પમ્પિંગ સ્ટેશન (Pumping Station) ખાતે પાઇપલાઇન (Pipeline) બદલવામાં આવશે. તેના કારણે આ પાણીકાપ મૂકવામાં આવ્યો છે. બધાનો એક જ સવાલ હતો કે હજી તો ઉનાળો થયો તે પહેલા આ સ્થિતિ છે તો પછી આગામી દિવસોમાં શું થશે. શિયાળો હતો ત્યારે જ આ કામગીરી પૂરી કરવાની જરૂર હતી.

બજેટ ફાળવાય પછી જ કામગીરી શરૂ થાય
આની સામે તેનો બચાવ કરનારાઓનું કહેવું છે કે કોઈપણ કામગીરી બજેટ મંજૂર થાય પછી જ થાય. રાજકોટ મહાનગરપાલિકા (RMC)નું બજેટ (Budget) તાજેતરમાં જ મંજૂર થયુ અને તેના પછી બજેટ ફાળવવામાં આવ્યું છે. બજેટ કોર્પોરેશન ફાળવે પછી જ ટેન્ડર બહાર પડે અને તેમા કોન્ટ્રાક્ટર મળ્યા પછી રીપેરિંગ થાય. તેના માટે કંઈ ઉનાળો કે શિયાળો તેવું જોવાતું નથી. પાણી કાપથી લોકોને તકલીફ પડી તે બદલ દિલગીર છીએ, પરંતુ આખો ઉનાળો અને પછીનું ચોમાસુ ખરાબ ન જાય તે માટે આ જરૂરી હતું.

પાઇપલાઇનોની એક્સપાયરી ડેટ આવતા બદલવી પડે
તેમણે જણાવ્યું હતું કે ઘણી બધી પાઇપલાઇનોની એક્સ્પાયરી ડેટ આવી જાય ત્યારે તેને બદલવી પડે છે. આ રીતે જે-જે વોર્ડમાં આ પ્રકારની પાણીની પાઇપલાઇન બદલવામાં આવે છે ત્યાં કામગીરી ચાલે તેટલો સમય પાણી કાપ રહે છે. આ સંજોગોમાં લોકો તંત્રને સહયોગ આપે તેવી અપેક્ષા છે. અમે ઇચ્છીએ છીએ કે તેઓને લાંબા સમય સુધી નિયમિત રીતે પાણી પુરવઠો નિયમિત મળે તેના માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: રાજકોટવાસીઓ સાવધાન! અઠવાડિયામાં બીજીવાર પાણી કાપ, શહેરના આ 5 વોર્ડના વિસ્તારોમાં નહીં આવે પાણી
આ પણ વાંચો: અમદાવાદના નરોડા વિધાનસભા મતવિસ્તારમાં પાણીની સમસ્યા
આ પણ વાંચો: રાજકોટની જીવાદોરી મનાતો આજીડેમ ઓવરફ્લો, પાણીની સમસ્યા હલ થવાની આશા
