Gandhinagar News/ “પોરબંદર, ગોધરા, મોરબી સહિત 14 હોસ્પિટલોમાં વિશ્રામગૃહ (રેન બસેરા): ગુજરાત કેબિનેટ નિર્ણય

વિશ્રામગૃહ (રેન બસેરા) બનાવવા માટે અમદાવાદના સેવાદાન ફાઉન્ડેશનને જમીન લીઝ પર આપવાનો મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય

Gandhinagar Gujarat
દર્દીઓના સગા-સંબંધીઓને રહેવા-જમવાની સુવિધાઓ પૂરી પાડવા માટે વિશ્રામગૃહ (રેન બસેરા) બનાવવામાં આવશે

Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યની 14 સરકારી હોસ્પિટલો ખાતે દર્દીઓના સગા-સંબંધીઓને રહેવા-જમવાની સુવિધાઓ પૂરી પાડવા માટે વિશ્રામગૃહ (રેન બસેરા) બનાવવામાં આવશે. આ વિશ્રામગૃહ બનાવવા માટે સેવાદાન ફાઉન્ડેશન-અમદાવાદને જમીન લીઝ પર આપવાનો મુખ્યમંત્રીએ કેબીનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

વિશ્રામગૃહ (રેન બસેરા)

આ અંગે વધુ વિગતો આપતા પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, પોતાના સ્વજનોની સારવાર માટે દૂર-દરાજના ગામોમાંથી સરકારી જનરલ-સિવિલ હોસ્પિટલ ખાતે આવતા અનેક નાગરિકોને શહેરોમાં રહેવા-જમવાની સુવિધાઓ ઉપલબ્ધ થતી નથી. દર્દીઓના સગા-સંબંધીઓની આ સમસ્યાને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને મુખ્યમંત્રીએ તેમના માટે રહેવા-જમવાની સુવિધાઓ ધરાવતા વિશ્રામગૃહ (રેન બસેરા) બનાવવાનો સંવેદનશીલ અભિગમ દાખવ્યો છે. જે અંતર્ગત સેવાદાન ફાઉન્ડેશન-અમદાવાદ દ્વારા કુલ 14 જેટલી સરકારી સિવિલ-જનરલ હોસ્પિટલો ખાતે રેન બસેરા-વિશ્વામ ગૃહ બનાવવામાં આવશે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં પોરબંદર, ગોધરા અને મોરબી-GMERS જનરલ હોસ્પિટલ ખાતે, લુણાવાડા, અમરેલી, નડિયાદ, વેરાવળ, ડીસા, વ્યારા, જામખંભાળીયા, આણંદ, બોટાદ અને મોડાસા જનરલ હોસ્પિટલ ખાતે તથા જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે આરામદાયક વિશ્રામગૃહ (રેન બસેરા) બનાવવા માટે સેવાદાન ફાઉન્ડેશન-અમદાવાદને જમીન લીઝ પર આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ સંવેદનશીલ નિર્ણયથી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના સગા સંબંધીઓને સ્વચ્છ આરામદાયક રૂમો, શુદ્ધ ભોજન અને પીવાના પાણી સહિતની મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ વિશ્રામગૃહ (રેન બસેરા) સંપૂર્ણપણે લોકહિતના ઉદ્દેશ સાથે તૈયાર કરવામાં આવશે, જેથી ગરીબ અને દૂરના વિસ્તારોમાંથી સારવાર માટે આવતા દર્દીઓના પરિવારજનોને મોટી રાહત મળશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતની સરકારી હોસ્પિટલોની અનોખી સિદ્ધિઓ, પ્રથમવાર 3D પ્રિન્ટીંગ અને લીક્વીડ નાઈટ્રોજન ટેક્નોલોજીનો ઉપયોગ

આ પણ વાંચો: PMJAY યોજનામાં ગેરરીતિ બદલ મધ્ય ગુજરાતની 4 હોસ્પિટલો સામે કડક કાર્યવાહી

આ પણ વાંચો: સરકારી હોસ્પિટલના ડોક્ટરો નિયમોનો સરેઆમ ભંગ કરીને કરે છે ખાનગી હોસ્પિટલોમાં પ્રેક્ટિસ