Mock drills/ કેન્દ્રના નિર્દેશના પગલે ગુજરાતની વિવિધ સરકારી હોસ્પિટલોમાં મોકડ્રિલનું આયોજન

કેન્દ્રના નિર્દેશના પગલે ગુજરાતની વિવિધ સરકારી હોસ્પિટલોમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતની સરકારી હોસ્પિટલોમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે.

Top Stories Gujarat

Mock drills: કેન્દ્રના નિર્દેશના પગલે ગુજરાતની વિવિધ સરકારી હોસ્પિટલોમાં (Government Hospital) મોકડ્રિલનું (Mock drills) આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતની સરકારી હોસ્પિટલોમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદની ત્રણ હોસ્પિટલ શારદાબેન, એલજી, એસવીપી હોસ્પિટલમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. ચીનમાં કોરોનાના વિસ્ફોટના પગલે સંભવિત લહેરને પહોંચી વળવા માટે આ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટમાં પણ સિવિલ હોસ્પિટલના (Civil Hospital) કેમ્પસમાં મોકડ્રિલ થઈ ચાલુ કરાયુ છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મોકડ્રિલ શરૂ કરવામાં આવ્યું છે. તેમા ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા, મેડિકલ ઓક્સિજનના પુરવઠા, આઇસીયુ, વેન્ટિલેટર, ઓક્સિજન સપોર્ટની તપાસ કરવામાં આવશે. તબીબી કર્મચારીઓને પણ તૈયાર રહેવાનો આદેશ છે અને તે કેટલા તાલીમબદ્ધ છે તે પણ જોવાશે.

ગાંધીનગરમાં પણ સિવિલ હોસ્પિટલમાં મોક ડ્રિલ શરૂ થઈ ગયુ છે. આ મોકડ્રિલમાં આરોગ્ય મંત્રી પણ હાજર રહ્યા છે. તેમના નજર હેઠળ જ મોક ડ્રિલની કામગીરી ચાલી રહી છે. આ મોક ડ્રિલમાં ઓક્સિજનની સગવડ, આઇસીયુ-વેન્ટિલેટર બેડ સહિત તમામ બાબતોની ચકાસણી કરવામાં આવશે.

આ જ રીતે વડોદરા સિવિલ હોસ્પિટલમાં પણ મોક ડ્રિલ ચાલી રહ્યુ છે. તેમા મેડિકલ ઓક્સિજનના પુરવઠા, આઇસીયુ, વેન્ટિલેટરના પુરવઠાની સાથે તેના રિઝર્વ સ્ટોક પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત દવાનો પુરવઠો જળવાઈ રહે તેના માટે પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

સુરત સિવિલે પણ કેન્દ્રીય પ્રધાનની હાકલના પગલે મોક ડ્રિલનું આયોજન કર્યુ છે. આ મોક ડ્રિલમાં મેડિકલ ઓક્સિજનની સગવડ, આઇસીયુ બેડ, સામાન્ય બેડ, વેન્ટિલેટર બેડ સહિતની બધી બાબતોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તાલીમ પામેલો સ્ટાફ પણ કેટલો સજ્જ છે તે જોવાઈ રહ્યુ છે. તેની જોડે-જોડે દેશના આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને પણ આ મોક ડ્રિલમાં જોડવામાં આવ્યા છે.

આ મોક ડ્રિલના પગલે કોરોનાની સામે લડવા માટે દેશનું આરોગ્ય તંત્ર કેટલું સજ્જ છે તેનો ખ્યાલ આવી શકશે. તેની જોડે-જોડે તેમા જે પણ ખામી હોય તેમા સુધારો પણ લાવી શકાશે અને તેને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ

Paper Leak/ રાજસ્થાન પેપર લીક મામલામાં બહાર આવ્યું ગુજરાત કનેકશન

North India/ હવામાન વિભાગે કરી આગાહી ઉત્તર ભારતમાં આગામી બે દિવસ પડશે હાડ થીજવતી ઠંડી !