- બીજી વાર થઇ ચંદનના વૃક્ષની ચોરી
- MS યુનિ. માંથી થઇ ચંદનની ચોરી
- તસ્કરોએ ચંદનની ચોરી કરી ફેંક્યો પડકાર
- સિક્યુરિટી સ્ટાફ ઊંઘતા ઝડપાયા
- અગાઉ સંસ્કૃત મહા.વિ.માં થઇ હતી ચંદન ચોરી
વડોદરા શહેરમાં પુષ્પરાજ સામે આવ્યો છે. શહેરમાં બીજી વાર ચંદનના વૃક્ષની ચોરી સામે આવી છે. MS યુનિવર્સીટી માંથી ચંદનની ચોરી સામે આવી છે. અગાઉ પણ સંસ્કૃત મહા વિદ્યાલયમાં ચંદનની ચોરીની ઘટના સામે આવી હતી. યુનિવર્સીટીના સિક્યુરીટી સ્ટાફ ઊંઘતા ઝડપાયા હતા. યુનીવર્સીટીના મેનેજમેન્ટ પર પ્રશ્નો ઉઠ્યા.
MS યુનિવર્સીટીનાં ફાઇન આટર્સ ફેકલ્ટીનાં પરિસરમાંથી ચંદનની ચોરી થઇ છે. રાત્રે તસ્કરો ચંદનના ઝાડને કાપી ગયા હતા. તસ્કરો ચંદનના વૃક્ષનું થળ કાપીને ફરાર થઇ ગયા હતા. પરિસરમાંથી જ ચંદનના વૃક્ષની ચોરી થતાં સુરક્ષા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ સંસ્કૃત મહાવિદ્યાલયનાં પરિસરમાંથી તસ્કરો ચંદનના વૃક્ષની ચોરી કરી ગયા હતા. આ એપ્રિલ મહિનામાં જ ચંદનના વૃક્ષની ચોરી થવાના બે બનાવ બન્યા છે. યુનિવર્સિટીના પરિસરમાંથી ચંદનના વૃક્ષની ચોરીનાં બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જે રીતે પુષ્પા ફિલ્મમાં જંગલમાંથી ચંદનના વૃક્ષ કાપીને લઇ જાય છે તેવી જ રીતે વડોદરા શહેરમાં ચોરોને પણ પુષ્પાનો રંગ લાગ્યો છે. યુનિવર્સિટી કે પછી કમાટીબાગમાંથી પણ ચંદનના વૃક્ષની ચોરી થઇ રહી છે. આ પહેલા કમાટીબાગમાં સિક્યુરિટી હોવા છતાં તસ્કરોએ ચંદનની ચોરી કરી જવામાં સફળ થયા હતા જે ખરેખર ચિંતાનો વિષય છે. તંત્રએ વહેલી તકે આ બાબતે પગલાં લેવા જરૂરી છે.
આ પણ વાંચો:ભૂલ ભુલૈયા 2નું ટ્રેલર રિલીઝ : ભૂલ ભૂલૈયા 1 જેટલી કમાલ કરી શકશે તે અંગે શંકા

