ભાજપના નેતાએ/ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાના મામલે પાકિસ્તાનના PMએ કરી નિંદા ‘દરેક મુસ્લિમ પયગંબર માટે મરવા તૈયાર છે’

ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી છે.

Top Stories India

ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી છે. તેમની આ ટિપ્પણી માટે મુસ્લિમ દેશોમાં ભારતની ટીકા થઈ રહી છે. તે જ સમયે, હવે આ વિવાદમાં પાકિસ્તાન પણ કૂદી પડ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ટ્વીટ કર્યું કે તેઓ ભાજપના નેતાના નિવેદનની નિંદા કરે છે. આ સાથે પાકિસ્તાને ધાર્મિક સ્વતંત્રતા અંગે ભારત પર સવાલ ઉઠાવ્યા છે.

 

 

શરીફે કહ્યું, ‘ભારતના બીજેપી નેતા દ્વારા અમારા પ્રિય પયગંબર મોહમ્મદ વિશે કરવામાં આવેલી દુ:ખદાયક ટિપ્પણીની હું સખત નિંદા કરું છું. અમે વારંવાર કહ્યું છે કે મોદીના નેતૃત્વમાં ભારત ધાર્મિક સ્વતંત્રતાને કચડી રહ્યું છે અને મુસ્લિમો પર અત્યાચાર કરી રહ્યું છે. દુનિયાએ આ તરફ ધ્યાન આપવું જોઈએ અને ભારતને સખત ઠપકો આપવો જોઈએ.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે અન્ય એક ટ્વીટમાં કહ્યું, ‘પયગંબર મોહમ્મદ માટે અમારો પ્રેમ સર્વોચ્ચ છે. બધા મુસ્લિમો પયગંબર મોહમ્મદના પ્રેમ અને આદર માટે પોતાનો જીવ આપી શકે છે. જણાવી દઈએ કે ભાજપે નૂપુર શર્મા અને નવીન કુમાર જિંદાલને પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ સસ્પેન્ડ કરી દીધા છે.

પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીને લઈને આરબ દેશોમાં ઘણો વિવાદ થયો છે. ગલ્ફ દેશોમાં ભારતીય સામાનનો બહિષ્કાર કરવાની ઝુંબેશ પણ ચાલી રહી છે. આ સાથે જ ઓમાનના ગ્રાન્ડ મુફ્તી શેખ અહેમદ બિન હમાદ અલ ખલીલીએ પણ ભાજપ વિરુદ્ધ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં સત્તાધારી પક્ષના સત્તાવાર પ્રવક્તાએ ઈસ્લામના સંદેશવાહક વિરુદ્ધ ઉદ્ધત અને અશ્લીલ ટિપ્પણી કરી છે. અલ ખલીલીના નિવેદન બાદ ભાજપે પણ સ્પષ્ટતા આપી છે.