વાવાઝોડાને પગલે રાજ્યભરમાંથી કેટલી જગ્યાએ વૃક્ષ અને મકાનો પડવાની વાત સામે આવી છે આ સાથે જ અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલું એક જર્જરિત મકાન પણ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ આ મકાન ધરાશાઈ થઇ ગયું છે.
મળતી માહિતી અનુસાર કાટમાળમાં એક મહિલા અને બે પુરુષ દબાઈ ગયા હતા. આ વાત ધ્યાને પડતા જ તાત્કાલિક ધોરણે આ ઘટનાની જન ફાયર વિભાગને કરવામાં આવી હતી. ત્યારે ફાયરવિભાગની ટીમ અમુક જ સમયમાં ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે આવી પહોચી હતી અને બચાવની કામગીરી હાથ ધરી હતી. બે લોકોને તેમાંથી બચાવી લેવામાં આવ્યા છે, તે લોકોને સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે. આ કાટમાળમાં એક મહિલા દબાઈ ગઈ હતી, જેનું શોધખોળ ચાલી રહી હતી.
ત્યારબાદ તમામ પ્રયાસોના અંતે ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તેમાથી એક વ્યક્તિ બેભાન અવસ્થામાં મળી આવ્યું હતું. ત્રણેયને 108 મારફતે સિવિલ હોસ્પિટલ સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા. જેમા સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. મૃતકનું નામ ધર્મેશ પઢીયાર છે અને તેમની ઉંમર 34 વર્ષની હતી. ત્રણમાંથી એક મહિલા અને બે પુરુષ છે. મહિલાનું નામ નીલાબેન જ્યારે એક એક પુરુષનું નામ રાહુલભાઈ સામે આવ્યું છે.
બિપરજોય વાવાઝોડાની અસરથી ગુજરાતભરમાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ મેઘતાંડવ જામ્યુ છે. હવામાન વિભાગે અમદાવાદ શહેર માટે આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. 25 કિમીથી વધુની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. વરસાદને લઇને શહેરમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે.વરસાદી વાવાવરણને પગલે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી 7 ડિગ્રી ઘટીને 31.9 નોંધાયું છે
આ પણ વાંચો:વાવાઝોડાથી ચોરોને થયો ફાયદો, ઇડરમાં 11 દુકાનોમાં ત્રાટક્યા તસ્કરો, મંદિરમાં પણ કરી ચોરી
આ પણ વાંચો:બનાસકાંઠા થયું જળબંબાકાર, ભારે પવન અને વરસાદના કારણે ઠેર-ઠેર ભરાયા પાણી અનેક વૃક્ષો ધરાશાયી
આ પણ વાંચો:ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત ક્યારે થશે, અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી
આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં સાઇબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો, ઈસમે યુવતીની સગાઈ તોડવા કર્યું એવું કે..

