કચ્છ,
ગુજરાતમાં દારૂબંદી હોવા છંતા પણ દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. ત્યારે કચ્છમાં ભચાઉથી ચોપડવા જતાં રાજસ્થાન પાસિંગનું ટ્રેલર પલટાયું હતુ. દારૂ ભરેલું ટ્રેલર પલટાતા રોડ પર દારૂની રેલમછેમ સાથે વાહન ચાલકો અને સ્થાનિકોએ દારૂની લૂંટ ચલાવી હતી.
Gujarat: Truck carrying liquor cartons overturned in Kutch district's Bhachau pic.twitter.com/jkj9S5zksn
— ANI (@ANI) May 25, 2018
મળતી માહિતી પ્રમાણે પોલીસને બાતમી મળી હતી કે એક ટ્રકમાં દારૂની હેરાફેરી કરવામાં આવી હતી. પોલીસ તે ટ્રકનો પીછો કર્યો હતો આ દરમિયાન ભચાઉના ચોપડવા નજીક ટ્રક રસ્તા પર જ પલટી ખાઈ ગઈ હતી. દારૂથી ભરેલો ટ્રક રસ્તા પર પલટી જવાને કારણે રસ્તા પર જ દારૂની રેલમછેલ જોવા મળી હતી.

જેવી ટ્રક રસ્તા પર પલટી તો લોકોના ટોળેટોળાં એકઠા થઇ ગયા અને દારૂની બોટલોની લુંટ ચલાવાનું શરુ કરી દીધું. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રસ્તા પ્રર ઢોળાયેલી બોટલોને એકઠી કરીને આગળની તપાસ હાથ ધરી છે.
