ગુજરાતમાં વાવાઝોડા બાદ હવે ચોમાસાના આગમનને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. ક્યારે બેસશે વિધિવત ચોમાસું તેની માહિતી આપી છે અને જણાવ્યુ છે કે 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે સાથે એ પણ જણાવ્યુ કે 2023માં ચોમાસું સામાન્ય રહેશે.
બિપોરજોય વાવાઝોડું લેન્ડફોલ થતાં જ જળ, જમીન અને વાયુમાં તોફાન જ તોફાન જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.
અંબાલાલ પટેલે આગાહી કરી છે જખૌ પોર્ટ પર લેન્ડફોલ થયેલા વાવાઝોડાનો ગુજરાતમાં પ્રકોપ આગામી 18 જૂન સુધી રહેશે. દેશના અન્ય રાજ્યોમાં આ વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેશે. 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે.
આગાણી જૂલાઈ મહિના સુધી વરસાદ ચોમાસા પોટર્ન મુજબ જ થશે. તેમણે રાહતની આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ થવાની જ સંભાવના છે. ચોમાસાને લઈને દિલ્હી સ્થિત આઈઆઈટી સંસ્થાએ મોટી આગાહી કરતા જણાવ્યું છે કે, દર વર્ષે કરળથી ચોમાસું બેસવાની શરૂઆત થાય છે.
કેરળમાં દર વર્ષે 25 મેથી 1 જૂનની વચ્ચે ચોમાસાનું આગમન થાય છે, જેમાં ચારથી પાંચ દિવસનું અંતર રહે છે. આ વર્ષે કેરળમાં ચોથી જૂને ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે IITના જણાવ્યા અનુસાર, 2023માં ચોમાસું સામાન્ય રહેવાની અપેક્ષા છે. આ વખતે ઉત્તર પશ્ચિમમાં ભારતમાં 92 ટકા વરસાદ થવાની અપેક્ષા છે.
આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં સાઇબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો, ઈસમે યુવતીની સગાઈ તોડવા કર્યું એવું કે..
આ પણ વાંચો:જૂનાગઢમાં દરગાહના ગેરકાયદે બાંધકામને લઈને હોબાળો! લોકોએ આગચંપી સાથે પોલીસ ચોકી પર કર્યો હુમલો
આ પણ વાંચો:બિપરજોય વાવાઝોડાની આફત ટળી, હર્ષ સંઘવીની દ્વારકા પર ચાંપતી નજર
આ પણ વાંચો:વાવાઝોડાના લીધે સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગોને પાંચ હજાર કરોડનો ફટકો પડ્યો