Not Set/ 100થી વધુ લારીગલ્લાવાળાઓ એકત્ર થયા, સોલા પોલીસે કરી અટકાયત

અમદાવાદ અમદાવાદ શહેરમાં વકરતી જતી ટ્રાફીકની સમસ્ચાને લીધે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રોડ રસ્તા પર ધંધો કરતા લારીગલ્લા અને પાથરણાવાળાને ઉઠાવી લઇ તેમનો ધંધો બંધ કરાવ્યો હતો. જેને પગલે તેમને રોજી રોટી મેળવવાની સમસ્યા થઇ ગઈ હતી. આથી 100થી વધુ લારી ગલ્લાવાળાઓ ભેગા મળીને હાઇકોર્ટ ખાતે એકત્ર થયા હતા. તેઓ કોર્ટ સામે રજૂઆત કરવા […]

Top Stories Ahmedabad Gujarat Trending
dsa 10 3 100થી વધુ લારીગલ્લાવાળાઓ એકત્ર થયા, સોલા પોલીસે કરી અટકાયત

અમદાવાદ

અમદાવાદ શહેરમાં વકરતી જતી ટ્રાફીકની સમસ્ચાને લીધે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રોડ રસ્તા પર ધંધો કરતા લારીગલ્લા અને પાથરણાવાળાને ઉઠાવી લઇ તેમનો ધંધો બંધ કરાવ્યો હતો.

જેને પગલે તેમને રોજી રોટી મેળવવાની સમસ્યા થઇ ગઈ હતી. આથી 100થી વધુ લારી ગલ્લાવાળાઓ ભેગા મળીને હાઇકોર્ટ ખાતે એકત્ર થયા હતા. તેઓ કોર્ટ સામે રજૂઆત કરવા હાઇકોર્ટના ગેટપાસ મેળવીને વકીલાતનામાંની અંદર સહી કરવા માટે કોર્ટ કમ્પાઉન્ડમાં જઇ રહ્યાં હતાં.

તે જ દરમિયાન સોલા પોલીસે તેમની અટકાયત કરીને તેમને સોલા પોલીસ સ્ટેશનમાં લઇ ગયા હતા. જોકે પાછળથી તમામને પોલીસે મુક્ત કરી દેતા સમગ્ર પરિસ્થિતિ થાળે પડી ગઈ હતી.

dsa 10 4 100થી વધુ લારીગલ્લાવાળાઓ એકત્ર થયા, સોલા પોલીસે કરી અટકાયત

શહેરમાંથી દબાણ હટાવાની કામગીરીમાં લારી ગલ્લાના ધારકો વિરુદ્ધ આઇ.પી.સી ની કલમ 283 મુજબ કરવામાં આવેલી કામગીરીના કારણે તમામ લારી ગલ્લા-પાથરણા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો.