- ટ્વિટર પર મહિન્દ્રાએ શેર કરી ભારતની ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમની તસ્વીર
- ટ્વિટર યુઝરની તસ્વીરને આનંદ મહિન્દ્રાએ શેર કરી
- ભારતનું અંતિમ ગામ છે માણા
ભારતની છેલ્લી ચાની દુકાની ક્યાં આવી છે તે તમે જાણો છો. આ દુકાન સમુદ્ર સ્તરથી 10,500 ફૂટની ઊંચાઈએ આવેલા એક ગામમાં છે. સૌથી મોટી વાત તો એ છે કે ભારતના આ છેલ્લા ગામમાં પણ ડિજિટલ પેમેન્ટ યુપીઆઇની સગવડ ઉપલબ્ધ છે. અહીં તમે યુપીઆઇથી પેમેન્ટ કરી ગરમાગરમ ચાની ચૂસ્કીઓ લઈ શકો છો.
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કરીને આ માહિતી શેર કરી હતી અને કહ્યું હતું કે જય હો અને જબરજસ્ત. તેમણે ટ્વીટ કરીને ભારતની છેલ્લી ચાની દુકાન પર યુપીઆઇ પેમેન્ટનો વિડીયો શેર કર્યો છે. વાસ્તવમાં એક ટ્વિટર યુઝરે ઉત્તરાખંડમાં લગભગ 10,500 ફૂટની ઊઁચાઈએ આવેલા ગામમાં ઉપલબ્ધ ચાની દુકાનની તસ્વીર શેર કરી હતી.
આ દુકાન પર લખેલું દેખાય છે કે ભારત કી આખરી ચાય કી દુકાન. ચાની દુકાનની ખાસિયત એ છે કે તેના કાઉન્ટર પર યુપીઆઇ કોડ રાખવામાં આવ્યો છે. આનો અર્થ એવો થાય કે આટલી ઊઁચાઈએ તમે ડિજિટલ પેમેન્ટ કરી શકો છો. સ્વાભાવિક રીતે આ બાબત ડિજિટલ પેમેન્ટનું અને ડિજિટલ ઇન્ડિયાનું જબરજસ્ત ઉદાહરણ છે.
તસ્વીરમાં આ ગામનો ઉલ્લેખ કરતા જણાવાયું છે કે મણિફદ્રપુરી (માણા), વ્યાસ ગુફા શ્રી બદ્રીનાથ. આ દુકાન પર યુપીઆઇ પેમેન્ટની સગવડ જોઈને મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રા પોતાની જાતને રોકી ન શક્યા. તેમણે તરત જ આ તસ્વીરો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી.
તેમણે તસ્વીર શેર કરતા લખ્યું છે કે એક તસ્વીર હજાર શબ્દોની ગરજ સારે છે. આ તસ્વીર ભારતના ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમનો વ્યાપ દર્શાવે છે. મહિન્દ્રાનું આ ટ્વીટ ઝડપથી વાઇરલ થઈ રહ્યું છે અને યુઝર્સ તેના પર ઝડપથી પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉદ્યોગપિત આનંદ મહિન્દ્રા ટ્વિટર પર એક્ટિવ છે અને આ પ્રકારની વાત શેર કરતા રહે છે. તેમના 98 લાખ ફોલોઅર છે.