Not Set/ શતાબ્દી મહોત્સવ નિમિત્તે શિરડીમાં માત્ર ચાર દિવસમાં અધધધધ આટલા કરોડનો ચઢાવો

સાઈબાબાની સમાધિને આ વર્ષે ૧૦૦ વર્ષ પુરા થવા પર શતાબ્દી મહોત્સવ નિમિત્તે શિરડી મંદિરમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું. આ મહોત્સવમાં ભક્તોએ મન મુકીને દાન કર્યું હતું.આ મહોત્સવમાં દેશભરમાંથી જ  નહી પરંતુ વિદેશભરમાંથી કરોડો શ્રધ્ધાળુઓએ ભાગ લીધો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે હાલના આંકડા મુજબ ૬ કરોડનું દાન સાઈબાબા મંદિરમાં આવ્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ […]

Top Stories India Trending
shirdi saibaba temple શતાબ્દી મહોત્સવ નિમિત્તે શિરડીમાં માત્ર ચાર દિવસમાં અધધધધ આટલા કરોડનો ચઢાવો

સાઈબાબાની સમાધિને આ વર્ષે ૧૦૦ વર્ષ પુરા થવા પર શતાબ્દી મહોત્સવ નિમિત્તે શિરડી મંદિરમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું. આ મહોત્સવમાં ભક્તોએ મન મુકીને દાન કર્યું હતું.આ મહોત્સવમાં દેશભરમાંથી જ  નહી પરંતુ વિદેશભરમાંથી કરોડો શ્રધ્ધાળુઓએ ભાગ લીધો છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે હાલના આંકડા મુજબ ૬ કરોડનું દાન સાઈબાબા મંદિરમાં આવ્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ દાન માત્ર ૪ દિવસમાં જ આવેલું છે. ૬ કરોડ રૂપિયાનો રેકોર્ડ માત્ર ચાર દિવસનો છે.

ઉલ્લેખનીય છે કે શિરડીમાં સાઈબાબાના દરબારમાં દર વર્ષે આટલા કરોડનું દાનનો ચઢાવો આવતો હોય છે. આ દાન કરોડોમાં હોય છે જેને ગણતા ગણતા પરસેવો છૂટી જાય છે. માત્ર દાન જ નહી પરંતુ કરોડોની સંખ્યામાં ભક્તજનો પણ અહી દર્શન માટે આવે છે.આ દાનમાં રૂપિયા, પૈસા, સોનું, ચાંદી અને નીજી ઘણી બહુમુલ્ય વસ્તુઓ હોય છે.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પણ ચાર દિવસ એટલે કે ૨૨ ડીસેમ્બરથી ૨૫ ડીસેમ્બર સુધી સાઈબાબાનાં દરબારમાં ૫ કરોડ રૂપિયાનો ચઢાવો દાન રૂપે આવ્યો હતો. ચાર દિવસમાં આટલું દાન એટલે આશરે દરરોજ દોઢ કરોડ રૂપિયા દાન રૂપે આવે છે.

આ વર્ષે પણ ત્રણ દિવસ ચાલનારા પૂનમ મહોત્સવ દરમ્યાન ૬.૬૬ કરોડ રૂપિયાનું દાન મંદિરને મળ્યું હતું. જેમાં સોનું અને ચાંદીનો પણ સમાવેશ થાય છે.

સમાધિ મહોત્સવમાં ૧૯ ઓક્ટોમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શિરડીના મંદિરે આવ્યા હતા.

વર્ષ ૧૯૧૮માં ૧૫ ઓક્ટોમ્બરના રોજ શિરડીમાં સાઈબાબાએ સમાધિ લીધી હતી.