Not Set/ વૈષ્ણોદેવી અને ભૈરોનાથ ઘાટી વચ્ચે શરુ થઇ રોપવે સેવા, ૩ કિમીની યાત્રા થશે ૩ મિનીટમાં

માં વૈષ્ણોદેવીના દર્શન કરવા ઇરછતા શ્રદ્ધાળુઓ માટે એક ખુશખબર છે. વૈષ્ણોદેવી મંદિર પર આજથી રોપવેની સગવડતા શરુ કરી દેવામાં આવી છે. આ રોપવેને લીધે ૩.૫ કિલોમીટરની સફર માત્ર ૩ મિનીટમાં પૂરી થઇ જશે. #JammuAndKashmir Governor Satya Pal Malik e-inaugurates the Bhairon Ghati Passenger Ropeway that would be operational between Vaishno Devi shrine and Bhairon temple. […]

Top Stories India Trending
maxresdefault 26 વૈષ્ણોદેવી અને ભૈરોનાથ ઘાટી વચ્ચે શરુ થઇ રોપવે સેવા, ૩ કિમીની યાત્રા થશે ૩ મિનીટમાં

માં વૈષ્ણોદેવીના દર્શન કરવા ઇરછતા શ્રદ્ધાળુઓ માટે એક ખુશખબર છે. વૈષ્ણોદેવી મંદિર પર આજથી રોપવેની સગવડતા શરુ કરી દેવામાં આવી છે. આ રોપવેને લીધે ૩.૫ કિલોમીટરની સફર માત્ર ૩ મિનીટમાં પૂરી થઇ જશે.

વૈષ્ણોદેવીથી ભૈરોનાથ મંદિર (ભૈરો ઘાટી) સુધી આ સુવિધા મળશે.

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ દ્વારા આ રોપવેનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે.

એવી ધાર્મિક માન્યતા છે કે વૈષ્ણોદેવી મંદિર આવનારા ભક્તજનોની યાત્રા ત્યાં સુધી પૂરી નથી થતી જ્યાં સુધી તેઓ ઘાટીમાં આવેલ ભૈરોનાથ મંદિરના દર્શન ન કરે.

ભૈરોનાથ મંદિરના દર્શન સુધી યાત્રીઓ થાકી જતા હતા. ૬૬૦૦ ફૂટ ઉંચાઈ ન ચડવાને લીધે તેઓ દર્શન કર્યા વગર જ પાછા જતા રહેતા હતા. આ ૩.૫ કિલોમીટરનો રસ્તો ઘણો કપરો હતો જે હવે રોપવેને લીધે સરળ થઇ જશે.

તમને જણાવી દઈએ કે રોપવેની શરૂઆત થવાને લીધે ૩.૫ કિલોમીટરનો સફર માત્ર ૩ મિનીટમાં પૂરો કરી શકાશે. આ રોપવેની ટીકીટ પ્રતિ વ્યક્તિ ૧૦૦ રૂપિયા રહેશે.

એક કેબલ કારમાં એક સાથે ૪૦ થી ૪૫ યાત્રિકો પોતાના સામાન સાથે મુસાફરી કરી શકશે. એક વાતની ખાસ નોંધ લેવી કે આ રોપવેનો લાભ માત્ર દિવસ દરમ્યાન જ ઉઠાવી શકાશે.