cji/ અમેરિકામાં CJI ચંદ્રચુડે જાતિ આધારિત ભેદભાવને લઈને આપ્યું મોટું નિવેદન

CJI ડીવાય ચંદ્રચુડે સોમવારે કહ્યું કે, બંધારણ ગમે તેટલું ખરાબ હોય, જો તેને ચલાવનારા લોકો સારા હોય તો તે સારું પણ હોઈ શકે છે.

Top Stories India
YouTube Thumbnail 2023 10 24T100328.765 અમેરિકામાં CJI ચંદ્રચુડે જાતિ આધારિત ભેદભાવને લઈને આપ્યું મોટું નિવેદન

CJI ડીવાય ચંદ્રચુડે સોમવારે કહ્યું કે, બંધારણ ગમે તેટલું ખરાબ હોય, જો તેને ચલાવનારા લોકો સારા હોય તો તે સારું પણ હોઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, કમનસીબે આપણી કાયદાકીય વ્યવસ્થાએ અવારનવાર વંચિતો પ્રત્યે ઐતિહાસિક ભૂલો કરી છે. આ ભૂલો અન્યાયને પ્રોત્સાહન આપે છે. CJI સોમવારે યુએસમાં હતા જ્યાં તેમણે બીઆર આંબેડકરના અધૂરા વારસાના વિષય પર મેસેચ્યુસેટ્સમાં આયોજિત છઠ્ઠી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સને સંબોધિત કરી હતી.

‘જાતિ આધારિત ભેદભાવ ખતરનાક’

આ દરમિયાન CJIએ રિફોર્મેશન બિયોન્ડ રિપ્રેઝેન્ટેશન વિષય પર ત્યાં હાજર લોકોને સંબોધિત કર્યા. CJIએ વધુમાં જણાવ્યું હતું કે, ઈતિહાસમાં હંમેશા હાંસિયામાં ધકેલાઈ ગયેલા સામાજિક જૂથે હંમેશા ભેદભાવથી ઉદભવેલી ખોટી બાબતોનો સામનો કર્યો છે. આફ્રિકાનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે ક્રૂર ગુલામી પ્રથાને કારણે લાખો આફ્રિકનો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો જ્યારે મૂળ અમેરિકન લોકોને વિસ્થાપિત થવું પડ્યું હતું. CJIએ કહ્યું કે ભારતમાં જાતિ આધારિત ભેદભાવ લાખો લોકોને અસર કરી રહ્યો છે.

ભારતે આઝાદી પછી સારી નીતિઓ બનાવી

CJI ચંદ્રચુડે કહ્યું કે, કાયદાકીય માળખાનો ઉપયોગ અમુક જાતિઓ પર અત્યાચાર કરવા માટે હથિયાર તરીકે કરવામાં આવે છે. યુએસ અને ભારતમાં, દલિત સમુદાયોને લાંબા સમયથી મતદાનના અધિકારમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. CJIએ કહ્યું કે આઝાદી બાદ ભારત સરકારની નીતિઓએ દલિત સામાજિક જૂથોને શિક્ષણ અને રોજગાર આપીને સહાય પૂરી પાડી છે. સમાજમાં લિંગ સમાનતાની બંધારણીય બાંયધરી હોવા છતાં, પિતૃસત્તાક વ્યવસ્થા ટકી શકે છે. આપણા દેશમાં જાતિ આધારિત ભેદભાવને રોકવા માટે ભેદભાવ સંબંધિત કાયદો છે, તેમ છતાં હિંસાની ઘટનાઓ સતત વધી રહી છે.


whatsapp ad White Font big size 2 4 અમેરિકામાં CJI ચંદ્રચુડે જાતિ આધારિત ભેદભાવને લઈને આપ્યું મોટું નિવેદન


આ પણ વાંચો: Israel Hamas War/ બરાક ઓબામાએ નેતન્યાહુને કર્યા સાવધાન, “ઈઝરાયલની આ હરકતોથી નુકસાન થશે”

આ પણ વાંચો: PMFBY Portal/ ખેડૂતોને આ ખાસ ભેટ આપવાની તૈયારી કરી રહી છે મોદી સરકાર

આ પણ વાંચો: Israel Hamas War/ હમાસે બે ઈઝરાયેલી બંધકોને કર્યા મુક્ત, હજુ 220 નાગરિકો કેદમાં