પરિણામ/ JEE Main 2021 નું પરિણામ જાહેર, 44 વિદ્યાર્થીઓએ આ સત્રમાં મેળવ્યા 100 ટકા

JEE Main 2021 સેશન 4 નું પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. સૌથી મોટી વાત એ છે કે 18 બાળકોએ JEE મેઇનમાં 1 ક્રમ મેળવ્યો છે.

Top Stories India
11 43 JEE Main 2021 નું પરિણામ જાહેર, 44 વિદ્યાર્થીઓએ આ સત્રમાં મેળવ્યા 100 ટકા
  • JEE મેઈન્સનું પરિણામ જાહેર
  • પરીક્ષામાં 44 ઉમેદવારોનું 100 ટકા પરિણામ
  • મેઈન્સમાં 18 ઉમેદવારોને રેન્ક 1 માં સ્થાન

JEE Main 2021 નું પરિણામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ jeemain.nta.nic.in પર જઈને JEE Main 2021 નું પરિણામ ચકાસી શકશે. JEE Main પરિણામની લિંક NTA ની વેબસાઈટ પર ટૂંક સમયમાં સક્રિય થશે. પરિણામ જોવા માટે ઉમેદવારોએ તેમની અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની જરૂર છે.

આ પણ વાંચો  –પરિણામ / JEE MAINનું પરિણામ થશે થોડીવારમાં જાહેર, શિક્ષા મંત્રાલયે આપી માહિતી 

JEE Main 2021 સેશન 4 નું પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. મંગળવારે મોડી રાત્રે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. સૌથી મોટી વાત એ છે કે 18 બાળકોએ JEE મેઇનમાં 1 ક્રમ મેળવ્યો છે. વળી, 44 વિદ્યાર્થીઓએ આ સત્રમાં 100 ટકા મેળવ્યા છે. આ વર્ષે 7.32 લાખ વિદ્યાર્થીઓએ JEE ની પરીક્ષા આપી હતી. તમે JEE Main પરિણામ સત્તાવાર વેબસાઇટ પર જઈને ચકાસી શકો છો. ઉમેદવારો તેમના સત્ર 4 નું પરિણામ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in, ntaresults.nic.in અને nta.ac.in પર તેમના રોલ નંબર અને નોંધણી નંબરની મદદથી ચકાસી શકે છે. BE/BTech માટે JEE Main પેપર 1 માં Maths, Physics  અને Chemistry નો સમાવેશ થાય છે. જ્યારે પેપર 2 માં Maths, Aptitude અને Drawing નો સમાવેશ થાય છે. પ્રશ્નો મલ્ટીપલ ચોઇસ અને ન્યૂમરિકલ બેસ્ડ આધારિત હતા જેમાં ચાર-ચાર ગુણ હતા. મલ્ટીપલ ચોઇસ પ્રશ્નોમાં ખોટા જવાબો માટે એક ગુણનું નેગેટિવ માર્કિંગ પણ છે. આ વખતે 18 બાળકોએ JEE મેઇનમાં 1 ક્રમ મેળવ્યો છે. વળી, 44 વિદ્યાર્થીઓએ આ સત્રમાં 100 ટકા મેળવ્યા છે.

11 45 JEE Main 2021 નું પરિણામ જાહેર, 44 વિદ્યાર્થીઓએ આ સત્રમાં મેળવ્યા 100 ટકા

આ પણ વાંચો – ચિંતન બેઠક / ચિંતન શિબિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ મંત્રીઓને આપ્યા મંત્ર

JEE Main ફેઝ-4 ની પરીક્ષા 26, 27, 31 ઓગસ્ટ અને 2 સપ્ટેમ્બરે યોજાઈ હતી. 7.8 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. JEE એડવાન્સ્ડ માટે નોંધણી મુલતવી રાખવામાં આવી છે. કારણ કે પરિણામ વિના JEE એડવાન્સ માટે નોંધણી શક્ય ન હોતી. JEE એડવાન્સની નોંધણી પ્રક્રિયા ગયા અઠવાડિયે શરૂ થવાની હતી, પરંતુ પરિણામમાં વિલંબને કારણે, તે સોમવાર સુધી એટલે કે એક સપ્તાહ સુધી મોકૂફ રાખવામાં આવી હતી. 2.5 લાખ વિદ્યાર્થીઓને JEE એડવાન્સ્ડ 2021 માટે બેસવાની તક મળશે. JEE એડવાન્સ્ડ 2021 ની પરીક્ષા 3 ઓક્ટોબરનાં રોજ લેવામાં આવશે. આ પરીક્ષા માટે અરજી વિન્ડો 13 સપ્ટેમ્બરથી ખુલી ચુકી છે. ઉમેદવારોએ જલ્દી અરજી કરવી જોઈએ, કારણ કે અરજીની વિન્ડો બંધ થઈ જશે તેમજ 19 મીએ સાંજે 5 વાગ્યા સુધીમાં ફી જમા કરવાનો સમય સમાપ્ત થઈ જશે.